અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા કોરોનાને અંકુશમાં લેવા કરવામાં આવેલ કામગીરી
        તા.24 માર્ચ, 2020, અમદાવાદ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા વૈશ્વિક સંકટ બનેલા કોવિડ-19 થી અમદાવાદ શહેર ને સુરક્ષિત રાખવા અને શહેરમાં તેને પ્રસરતો અટકાવવા દવા નો છંટકાવ કરવામાં આવ્યો.
જે અંતર્ગત સવારે 10 કલાક થી સાંજના 6 કલાક સુધી અલ્ટ્રા હાઈ પ્રેશર વોટર મિસ્ટ ટેકનોલોજી થી સજ્જ 16 મીની ફાયર ફાઇટર દ્વારા 3 થી 4 ફેરા અને અમદાવાદ ફાયર સર્વિસ દ્વારા વિકસાવેલા ચક્રવાક વાહન દ્વારા દિવસ ભર દવા નો છંટકાવ કરવામાં આવ્યો.
જેમાં કુલ 72000 લીટર પ્રવાહી દવા થી મીકેનિકલી નિર્મિત 7 કરોડ 20 લાખ લીટર મિસ્ટ દ્વારા 200 થી વધુ સ્થળો ને આવરી લેવામાં આવ્યા.
જેમાં જાહેર સ્થળો, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, શૌચાલયો, ફૂટપાથ, રસ્તા વગેરે જનતા ની વધુ અવર જવર ની સંભવિત જગ્યાઓ પર છંટકાવ કરી વાયરસ ને આગળ વધતો અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો. દિવસ ભર ચાલેલી આ કામગીરીમાં 20 અધિકારીઓ ની સાથે સાથે 125 જેટલા ફાયરના કર્મચારીઓએ પણ પ્રશન્સનીય કામગીરી કરી.
