ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દાતાઓના સહયોગથી શ્રમિકોની વ્હારે આવ્યું
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા પોતાની સામાજિક જવાબદારી સમજી આપદાના સમયમાં હંમેશા કાર્યરત રહે છે. કોરોના વાયરસના કહેરને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચ રાત્રે 12 વાગ્યા પછીથી સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.
જે હેઠળ લોકોએ જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવા વિનંતી કરવામાં આવી હતી. આ લોકડાઉનને લઈ રાજ્યમાં શ્રમજીવીઓ બેરોજગાર બનતા પિતાના વતન રાજસ્થાન જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં “ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડિવાઇનડ્રિમ ફોઉંડેશન’ સાથે મળીને દાતાઓના સહયોગથી આવા શ્રમિકોની વ્હારે આવ્યું છે.
લોકડાઉનથી જનજીવન થંભી ગયું છે. જો કે, સંકટ સમયે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડિવાઇનડ્રિમ ફાઉંડેશન સાથે મળીને ઉદેપુર હોઇવે પર ચાલીને જતા જરૂરિયાતમંદ શ્રમિકોને પ્રતિજ તાલુકાના તાજપુર કુઇ ટોલ ટેક્ષ પાસે છેલ્લા ૪ દિવસથી પુરી-શાકનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. સાથોસાથ તેઓને રસ્તામાં ખાવા માટે બીસ્કીટ પણ આપવામાં આવી રહ્યા છે. અત્યારર સુધીમાં લગભગ પાંચ હજારથી વધુ રાહદારી શ્રમિકોના પેટને ઠારવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યમાં ગાંધીનગર અને અમદાવાદના દાતાઓના સહયોગથી સુચારુ રૂપથી ચાલી રહ્યું છે. કોરોના મહામારીના કપરાકાળમાં દાતાઓએ પણ સંસ્થાની પહેલ પર ભરોસો મૂકીને તેમની સામાજિક જવાબદારી નિભાવીને પ્રેરણાત્મક સાથ નિભાવી રહયા છે.