હળવદની ૧૯ વર્ષીય મૃતક યુવતીનો કોરોના ટેસ્ટ નેગેટીવ

હળવદ તાલુકાના મયુરનગર ગામે વાડીમા કામ કરતી ૧૯ વર્ષીય યુવતીનુ કોરોના જેવા લક્ષણો સાથે શંકાસ્પદ મૃત્યુ થતા, હળવદ વિસ્તારમા ખળભળાટ મચી જવા પામ્યો છે, જેના પગલે તાલુકા આરોગ્ય વિભાગની ટીમ વાડી પર દોડી જઈ તેની સાથે રહેનારા અને વાડીના માલિક-પરિવારની આરોગ્ય તપાસ હાથ ધરવામા આવી હતી.
આ અંગે માહિતી આપતા તાલૂકા આરોગ્ય અધિકારી ડો. ભાવિન ભટ્ટી એ જણાવ્યુ હતુ કે,કંવાટ તાલૂકાના ગઢીયા ગામની યુવતી વેચાતીબેન બાબુભાઈ રાઠવા છેલ્લા અઢાર દિવસથી હળવદ તાલૂકાના મયુરનગર ગામે હરખાભાઈ ગોવિંદભાઈ ચૌહાણની વાડીમા ખેતી કામ કરવા આવેલ હતી,
જેને શરદી,ઉધરસ,તાવ સાથે શ્ર્વાસ લેવામા તકલીફ જણાતા પ્રથમ મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ, હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાતા પ્રાથમિક સારવાર દરમ્યાન ફકત બે ટકા લોહી જ જણાયુ હતુ અને તેઓની કીડની ફેઈલ થઈ જતા હળવદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે મરણ પામેલ હતા,
જેના લક્ષણો કોરોના જેવા હોવાને કારણે તેમના લોહીના સેમ્પલ અને ગળા તેમજ મોંઢામાંથી સ્લેબ લઈને જામનગર ખાતે કોરોના સ્પેશ્યલ લેબોરેટરીમા મોકલવામા આવેલ હતો, જે રીપોર્ટ નેગેટીવ આવતા તંત્ર અને પ્રજા એ હાશકારો અનુભવેલ છે.જયારે તેમની સાથે રહેતા લોકોના આરોગ્ય વિશે પુછતા ડો.ભટ્ટી એ તે સર્વે ચેકઅપમા ભયમુકત હોવાનુ જણાવ્યુ હતુ. (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)