અમદાવાદ સેનિટાઇઝર સર્વિસનું બોર્ડ મારી દારૂની ખેપ મારતા બે ઝડપાયા
અમદાવાદ: હાલ કોરોનાને લઈને શહેર પોલીસ જ નહીં પણ રાજ્યભરની પોલીસ એક્ટિવ બની છે. લાકડાઉન વચ્ચે લોકોને ઘરમાં રહેવાની તો સૂચના આપી જ રહી છે. પણ આ પરિસ્થિતિનો લાભ લઈને ગુના આચરનાર આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરે છે તેનું ઉદાહરણ કાગડાપીઠ પોલીસે પૂરુ પાડ્યું છે. લાકડાઉનમાં સેનિટાઇઝર સર્વિસનું બોર્ડ લગાવી દારૂની ખેપ મારતા બે બુટલેગરોને ઝડપી પાડી દારૂના ધંધા ન ચલાવવા કાર્યવાહી કરી છે
કોરોના ને લઈને લાકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અનેક લોકો પોલીસની મંજૂરી સાથે પોતાને કોઈ કામ હોય તો નીકળી રહ્યા છે. જો કોઈને ઇમરજન્સી હોય કે સાચું કારણ પોલીસને લાગે તો જ એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. બાદમાં જ લોકો તેના આધારે પોતાનું કામ પતાવવા જાય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે આવી પરિસ્થિતિ અને થોડી આપેલી છૂટછાટનો ગેરલાભ લઈને પોતાના બદઇરાદા પાર પાડતા હોય છે. પણ આખરે પોલીસ પકડમાં આવી જ જતા હોય છે.
કાગડાપીઠ પોલીસ લાકડાઉનને લઈને બંદોબસ્તમાં હતી. તેવામાં એક એક્ટિવા પસાર થતું હતું. આ એક્ટિવા પર બે લોકો સવાર હતા. એક્ટિવા પરનું બોર્ડ લગાવેલું હતું. પોલીસને શંકા જતા બંને લોકોને સાઈડમાં લઈ જઈ નામઠામ પૂછયા હતા. કિશન ઉર્ફે ગામો સોલંકી અને પ્રકાશ ઉર્ફે લાલુ પરમારની પોલીસે તપાસ હાથ ધરી તો એક્ટિવમાંથી દારૂની પોટલીઓ મળી આવી હતી.