Western Times News

Gujarati News

ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારની કચેરીથી મીડિયા વિજ્ઞપ્તિ

કોવિડ-19ની પ્રતિક્રિયામાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નાવીન્યતા અંગે અપડેટ

નવી દિલ્હી,  કોવિડ-19ને પ્રતિક્રિયા માટે એક વિજ્ઞાન અને ટેકનોલોજી સશક્ત સમિતિની 19 માર્ચ 2020ના રોજ રચના કરવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય, પ્રોફેસર વિનોદ પૌલ અને ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, પ્રોફેસર કે. વિજય રાઘવનની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિ વિજ્ઞાન એજન્સીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગો અને નિયામક સંગઠનો સાથે સંકલન માટે તેમજ Sars-Cov-2 વાયરસ અને કોવિડ-19 બીમારી સંબંધિત સંશોધન અને વિકાસના અમલીકરણ માટે ઝડપથી નિર્ણયો લેવા માટે જવાબદાર છે.

આ સમિતિના અન્ય સભ્યોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના સચિવ, બાયો ટેકનોલોજી વિભાગ (DBT)ના સચિવ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR)ના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ના સચિવ, દૂરસંચાર વિભાગ (DoT)ના સચિવ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના સચિવ, ICMRના સચિવ, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ રીસર્ચ બોર્ડ (SERB)ના સચિવ, સ્વાસ્થ્ય સેવાઓના મહા નિયામક (DGHS) અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)નો સમાવેશ થાય છે.

આ સમિતિએ વૈજ્ઞાનિક ઉકેલોના અમલીકરણ માટે ખૂબ ઝડપથી કામ કર્યું છે. કોવિડ-19ના પરીક્ષણ સુવિધાઓ માટે કટોકટીપૂર્ણ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવાના કેટલાક પગલાં નક્કી કરાયા છે જે નીચે દર્શાવ્યા મુજબ છે: સંસ્થાઓ સ્વ મૂલ્યાંકન કરી શકે તેમજ પ્રમાણભૂત અને ચુસ્ત પ્રોટોકોલ દ્વારા રીસર્ચ અને પરીક્ષણ માટે તેમની લેબ તૈયાર કરી શકે તે માટે મંજૂરી આપવા DST, DBT, CSIR, DAE, DRDO અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) હેઠળ એક ઓફિસ સમજૂતી કરાર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અને ICMR દ્વારા નિર્ધારિત પ્રાથમિકતાઓ અનુસાર પરીક્ષણને સ્તરીકૃત કરવામાં આવશે. સંશોધન કામગીરી પણ ટૂંકા અને મધ્યમ ગાળા અનુસાર સ્તરીકૃત કરવામાં આવશે.

DST – શ્રી ચિત્રા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ, તિરુવનંતપૂરમ, DBT – રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી, તિરુવનંતપૂરમ, CSIR – સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (CCMB), હૈદરાબાદ, DAE – ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઇ ખાતે લેબ પહેલાંથી પરીક્ષણ લેબ તરીકે ICMR દ્વારા પરિવર્તિત કરવામાં આવી છે. અન્ય જે લેબમાં પરીક્ષણ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર/ ક્ષમતા છે તેને પણ તૈયાર કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં દર્દીઓનું પરીક્ષણ કરવા માટે વૈજ્ઞાનિક તૈયારી કરવામાં આવી રહી છે. પરીક્ષણના આધારે કોઇપણ વ્યક્તિ અથવા વિસ્તારને આઇસોલેશન અથવા ક્વૉરેન્ટાઇનમાં રાખવા અંગે માહિતીપૂર્ણ નિર્ણય લઇ શકાશે.

મોટી સંખ્યામાં કોવિડ-19ના પરીક્ષણો અને સેરોલોજી એસેઝ કરવા માટે સરકાર સક્રીય રીતે ખાનગી ક્ષેત્રો સાથે કામ કરી રહી છે. આનાથી આ વાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા અને તેનું વ્યવસ્થાપન કરવા માટે દેખરેખ અને ક્લિનિકર રીસર્ચ થઇ શકશે.

વિવિધ મંત્રાલયો/ વિભાગો દ્વારા સમર્થિક વૈજ્ઞાનિક સંસ્થાઓ એકજૂથ થઇ છે અને નીચે દર્શાવેલી બાબતોમાં બહુલક્ષી પરિયોજનાઓ શરૂ કરી દીધી છે: 1. દવાઓના પુનઃઉપયોગ (રિપર્પઝિંગ) અને દવાઓના પુનઃઉપયોગ (રિપર્પઝિંગ)ની ટાસ્ક ફોર્સ દ્વારા માહિતપૂર્ણ નિર્ણય લેવા માટે વિવિધ દવા ઉમેદવારો પાસેથી ઊંડાણપૂર્વક માહિતી એકઠી કરવાનું શરૂ કરી દેવાયું છે. નિયમન/ કાયદાકીય પ્રક્રિયાઓ પણ જોવામાં આવી રહી છે.

2. આ બીમારીના ફેલાવાને ટ્રેક કરવા માટે ગાણિતિક મોડેલ અને કોવિડ-19 માટે મેડિકલ ઉપકરણો અને આનુષંગિક જરૂરિયાતોનું અનુમાન કરવા માટેના મોડેલ પર કામ થઇ રહ્યું છે.

3. ભારતમાં પરીક્ષણ કીટ્સ અને વેન્ટિલેટર્સનું ઉત્પાદન. કૃપા કરીને માહિતી વિતરણના હેતુથી “SARS-CoV-2 કોરોના વાયરસને ખતમ કરવા માટે માસ્કનું MoHFW દ્વારા રેખાચિત્ર: ઘરમાં માસ્ક બનાવવા માટે મેન્યુઅલ” અહીં આપેલા બીડાણમાં મેળવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.