Western Times News

Gujarati News

પેટલાદના શેલ્ટર હોમમાં  “ના” રહેવા પરપ્રાંતીઓનો હઠાગ્રહ

શેલ્ટર હોમમાંથી ભાગી છૂટતા પોલીસની દોડધામ પોલીસનો રૂક જાઓનો આદેશ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી પાસેથી આશરે રપ વ્યÂક્તઓનું એક ટોળુ સોજિત્રા તરફથી આણંદ તરફ જઈ રહ્યુ હતુ. જેની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષકને મળતા તેઓના આદેશથી મહેળાવ પોલીસ તાબડતોબ બાંધણી ચોકડી પહોંચી હતી. જ્યાં લગભગ રપ જેટલા લોકોનું આ ટોળાને ઉભા રાખી પૂછપરછ કરતાં જાણવા મળ્યુ હતુ કે, તેઓ સૌરાષ્ટ્રથી મધ્ય પ્રદેશ તરફ પગપાળા પોતાના વતન જઈ રહ્યા છે. પરંતુ લોકડાઉન હોવાને કારણે જે લોકો જ્યાં છે ત્યાં જ રહેવાના આદેશને કારણે આ તમામ લોકોને પેટલાદ ખાતે શેલ્ટર હોમમાં લવાયા હતા. જ્યાં આ પરપ્રાંતીયોનો નહિ રહેવાનો હઠાગ્રહ સતત ચાલુ રહ્યો હતો. છેવટે મોકો મળતા આ પરપ્રાંતીઓ શેલ્ટર હોમ છોડી ભાગી છૂટ્યા હતા. જેની જાણ પોલીસને થતાં તેઓની શોધખોળ આરંભી હતી. અંતે તેઓને જીઆઈડીસીમાંથી ઝડપી પાડી પોલીસે રૂક જાઓનો આદેશ ફરમાવી શેલ્ટર હોમ પરત લવાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ગત રોજ બપોરે ૩ કલાકના સુમારે બાંધણી ચોકડી પાસેથી પરપ્રાંતીઓનું એક ટોળુ પગપાળા મધ્ય પ્રદેશ તરફ જઈ રહ્યુ હતુ. જેઓને મહેળાવ પોલીસે રોકી પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, તેઓ મધ્યપ્રદેશના ગુના અને ધાર જિલ્લાના રહેવાસીઓ છે. તેઓ ભાવનગર ખાતે પોલીસ જેલના બાંધકામ અને ચણતર કામ સાથે સંકળાયેલા છે. હાલની લોકડાઉન પરિસ્થિતિ  ઉભી થતાં તેઓને પોતાને વતન જવા કોઈ જ વાહન કે અન્ય વ્યવસ્થા નહિ થતાં ભાવનગરથી તા.ર૮ માર્ચના રોજ મધરાતે પગપાળા નીકળ્યા હતા. આ ઈસમો પૈકી સુરેશભાઈ ભંવરે જણાવ્યુ હતુ કે, ભાવનગરથી અમો આટલા સમયમાં અહીંયા સુધી પહોંચ્યા છે, અમોને મહેરબાની કરીને અમારે વતન જવા દો. અમે એક-બે દિવસમાં ગમે તેમ કરી પહોંચી જઈશુ. અહીંયા સુધી આવતા અમોને ઘણાં સ્થળોએ પોલીસે રોક્યા હતા,

પરંતુ તેઓને પણ સમજાવતા તેઓએ જવા દીધા હતા. આ લોકોની આ વાત હોવા છતાં, જિલ્લા પોલીસ અધિક્ષકનો આદેશ હોવાને કારણે તમામ પરપ્રાંતીઓને પોલીસ બંદોબસ્ત સાથે પેટલાદ  સ્થિત  કોમ્યુનિટી શેલ્ટર હોમ ખાતે લવાયા હતા. શેલ્ટર હોમ ખાતે આવ્યા બાદ પણ આ લોકોનો નહિ રહેવાનો હઠાગ્રહ ચાલુ જ રહ્યો હતો. છેવટે તેઓને મોકો મળતા શેલ્ટર હોમ છોડી તમામ લોકો ભાગી છૂટ્યા હતા. આ અંગેની જાણ પેટલાદ ટાઉન પોલીસને થતાં ટોળાની શોધખોળ ચારે કોર શરૂ કરી હતી. લગભગ અડધા કલાકની શોધખોળ બાદ પરપ્રાંતીઓનું આ ટોળુ જીઆઈડીસીના નવા કોમ્પલેક્ષ પાસેથી મળી આવ્યુ હતુ. જ્યાં પણ તેઓએ શેલ્ટર હોમ ખાતે પરત આવવાની ના પાડી હતી. પોલીસની સમજાવટ બાદ અંતે સાંજે ૭ કલાકના સુમારે આ પરપ્રાંતીઓને શેલ્ટર હોમ ખાતે પરત લવાયા હતા. જ્યાં તેઓની રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.