Western Times News

Gujarati News

જહાજો ખાલી કરવામાં/આગમનમાં વિલંબ થાય તો પેનલ્ટી ન લેવામાં આવે

પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હી, કોવિડ-19ના ઉપદ્રવ અને તેને મહામારી જાહેર કરવામાં આવી હોવાથી, ભારત સરકારે દેશમાં કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રિત કરવા માટે દેશમાં 21 દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કર્યો છે. ખાસ કરીને માલવાહક જહાજોની ગતિવિધિ માટે દરિયાઇ બંદરોના પરિચાલનને બાકાત રાખવા અને દેશમાં તેમજ નિકાસ માટે આંતરરાજ્ય માલવાહક/કાર્ગો જહાજોની ગતિવિધિને બાકાત રાખવા માટે ગૃહ મંત્રાલય દ્વારા પરિશિષ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેથી દેશમાં આવશ્યક માલસામાનનો નિયમિત પૂરવઠો સુનિશ્ચિત થઇ શકે.

ઉપરોક્ત નિર્દેશોના અનુપાલનમાં અને વિવિધ હિતધારકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને, જહાજ મંત્રાલય દ્વારા 24 માર્ચ 2020ના રોજ તમામ મુખ્ય ટ્રસ્ટોને બંદરોની પ્રવૃત્તિઓ અને બંદરના પરિચાલન પર “કુદરતી આપત્તિ”ની કલમ લાગુ કરવાની વિનંતી કરતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.

જહાજ મંત્રાલયે હવે મુખ્ય બંદરો માટે ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરી છે કે, 22 માર્ચ 2020 થી 14 એપ્રિલ 2020 દરમિયાન લૉકડાઉનના અમલના કારણે બર્થિંગ/લૉડિંગ/અનલૉડિંગ કામગીરીઓ અથવા કાર્ગો ખાલી કરવામા/આગમનમાં કોઇપણ પ્રકારે વિલંબ થાય તો કોઇપણ પોર્ટ વપરાશકર્તા પાસેથી પેનલ્ટી, ડેમરેજ ચાર્જ, ફી, રેન્ટલ લેવામાંથી બાકાત રાખવામાં આવે/મુક્તિ આપવામાં આવે. મુખ્ય બંદરોને PPP મોડ અથવા અન્યથામાં અમલીકરણ હેઠળની કોઇપણ પરિયોજના પૂર્ણ કરવામાં મુદત લંબાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, મુખ્ય બંદરો વર્તમાન અને કાર્યરત PPP પરિયોજનાઓ માટે પ્રત્યેક કેસના આધારે મુક્તિ કરાર અનુસાર કામકાજની જવાબદારી મોકૂફ કરવા સહિતના તમામ શિક્ષાત્મક પરિણામોમાંથી મુક્તિ પણ આપી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.