માણાવદરમાં ફિંગરપ્રિન્ટથી અનાજ વિતરણ સામે પ્રજાજનોમાં કોરોના ફેલાવાનો ભય
માણાવદર તાલુકામાં કોરોના વાયરસ ના ખોફ વચ્ચે ફિંગરપ્રિન્ટ લઇ અનાજ વિતરણ સામે પ્રજાજનોમાં કોરોના ફેલાવાનો ભય છે. એક તરફ સમગ્ર દેશમાં કોરોના વાળા બીજાના સંપર્ક થી સંક્રમણ ન ફેલાઈ તેથી લોકડાઉન કરાયું બીજી બાજુ અનાજ લેવા ફિંગરપ્રિન્ટ ઉપર ફિંગરપ્રિન્ટ મશીનમાં એક બીજા ને સંક્રમણ થવાનો પૂરેપૂરો ભયજનક ખતરો રહેલો છે.
ત્યારે લોકડાઉન કરતા પણ કોઇ ફાયદો નથી મશીનમાં કોઈ નાગરિક ને કોરોના વાઇરસ હશેતો તે મશીનમાં ચોડશે તેના ઉપર બીજો નાગરીક ફિંગર દેશે તો તેને ચેપ લાગશે ત્યારે નાના નાગરીકો ના ધરે ધરે પહોંચી જશે તેવો ભય લાગે છે રેશનકાર્ડ માં નોંધ કરી અનાજ આપવું જોયે જે હાલની સ્થિતિ દર્શાવે છે જો ફિંગર મશીનમાં કોરોના વાઇરસ કોને હશે તો તેનુ પરિણામ ભયાનક રીતે ફેલાશે તેવી પ્રજાજનોમાં દહેશત ફેલાણી છે.
કોને રોગ છે તે ખબર પડતી નથી અને તે સંક્રમણ આ મશીન દ્રારા ફેલાવાનો પુરો ભય છે.જયારે ફ્રી માજ અનાજ આપવાનું છે ત્યારે તે રેશનકાર્ડ માં સીક્કો સહી મારી દો બાદમાં પણ ગમે ત્યારે આ સંક્રમણ દૂર થાય ત્યારે અંગુઠો લઇ લેવો જોઇએ તેમ માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી એ જણાવ્યું છે