માણાવદરમાં બાંટવાના 42 વ્યક્તિને કોરેન્ટાઇન કરાયા
માણાવદરમાં મૂળ બાંટવા ના 42 નાગરિકો અમૃતસર પંજાબ ગયેલા ત્યાં લોકડાઉન સ્થિતિ ઉદભવતા ત્યાંથી તેઓએ લાગતા વળગતા સંબંધીઓનેે ફોન કરી મદદ માંગી જેમાં પોરબંદર વિસ્તાર ના સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુકે અમૃતસર પંજાબ થી ગુજરાત લાવવામાં મદદ કરી જેઓ તંત્ર ને જાણ કરી અહીંયા લવાયા તેવા 42 નાગરિકોને કોરેન્ટાઇન માણાવદર લાયન્સ કલબ ખાતે રાખવામાં આવ્યા હોવાનું પીએચસી ના કર્મચારીએ જણાવ્યું છે સ્કેનીંગ કરાય છે 14 દિવસ કોરેન્ટાઇન રાખેલ છે લોકો ધરોમાં રહો સલામત રહો તેવી અપીલ કરાય છે. (જીજ્ઞેશ પટેલ માણાવદર)