બનાસ બેંક દ્વારા PMCares ફંડમાં રૂ.૨૫ લાખ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧૦ લાખ એનાયત

(માહિતી બ્યુરો,પાલનપુર) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ત્વરીત પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે શ્રી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક-બનાસ બેંક દ્વારા કોવિડ-૧૯ સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ પૂરું પાડવા પીએમ કેર ફંડમાં રૂ. ૨૫ લાખનો ચેક બેંક ચેરમેનશ્રી એમ.એલ.ચૌધરી તેમજ મેનેજિંગ ડિરેક્ટરશ્રી એમ.બી.પટેલ તથા બેંકના સિનિયર અધિકારીઓના હસ્તે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેને અર્પણ કરવામાં આવ્યો હતો.
તેવી જ રીતે મુખ્યમંત્રી રાહત ફંડમાં શ્રી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. ના કર્મચારીઓ દ્વારા રૂ.૧૦ લાખનો ચેક બેંક મેનેજિંગ ડિરેક્ટરશ્રી એમ.બી.પટેલ તથા બેંકના સિનિયર અધિકારીઓના હસ્તે કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.