માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરરોજ ૧૨૦૦ લોકોને ફુડ પેકેટસ પહોંચાડાય છે

ભુજ, વિવિધ સંસ્થાઓનાં સાથ અને સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરરોજ ૧૨૦૦ લોકોને ફુડ પેકેટસ પહોંચાડાય છે. ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળ ભુજ દ્વારા ૧૦૦ પેકેટ, કપીરાજ હનુમાન મંદિર મીરજાપર દ્વારા ૨૦૦, વાગડ બે ચોવીસી યુવક મંડળ દ્વારા ૨૦૦ ફુડ પેકેટ તૈયાર કરી માનવજ્યોતને આપવામાં આવે છે. માનવજ્યોત સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકો સુધી વાહન દ્વારા પહોંચાડાય છે.
ભવનાથ સત્સંગ મંડળ ભાનુશાલીનગર દ્વારા ૩ દિવસ સુધી ૫૦૦ લોકો માટે તૈયાર રસોઇ, યદુનંદન યુવક મંડળ -કોટાય દ્વારા ૫૦૦ રોટલા, રાણાભાઇ રવાભાઇ ડાંગર, કરમણ જીવા ડાંગર, હિતેન્દ્રસિંહ બાપુ -ધાણેટી દ્વારા ૨૫૦ લોકો માટે સેવ-બુંદી પેકેટ, વીરેનભાઇ આહિર – ઝિંકડી દ્વારા ૨૫ કિલો લોટની રોટલી, આવી દરેક તૈયાર રસોઇ મંદિર ટ્રસ્ટો, મહિલા મંડળો, યુવક મંડળો, અન્ય ટ્રસ્ટો, મંડળો, સંસ્થાઓ દ્વારા માનવજ્યોતને આપવામાં આવે છે.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, નીરવ મોતા, રફીક બાવા, દિપેશ ભાટિયા તથા સર્વે કાર્યકરો આ તૈયાર રસોઇ અને ફૂડ પેકેટસ ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ લોકોનાં ભૂંગા-ઝુંપડાઓ સુધી પહોંચાડે છે. દરરોજ જુદા-જુદા વિસ્તારોમાં જઇ લોકોને જમાડવામાં આવે છે. અત્યારે ૪૭ વૃદ્ધો ઘેર બેઠાં ટીફીન દ્વારા ભોજન જમી રહ્યા છે. માનવજ્યોતનાં ૬ વાહનો ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોને ફુડસ પેકેટો પહોંચાડી રહ્યા છે.