હળવદની બેંકોમા ખુલતાની સાથે જ ખાતેદારોની ભીડ

પ્રતિકાત્મક તસવીર
હળવદની બેંકોમા ખુલતાની સાથે જ ખાતેદારોની ભીડ જોવા મળી હતી,લાઈનમા ઉભેલા ખાતેદારો દ્રારા સામાજીક અંતરના લીરે-લીરા ઉડાવવામા આવી રહ્યા હતા,જયારે બેંકો દ્રારા સેનેટરાઈઝ, હાથ ધોવા માટે પાણી કે સાવચેતીના પગલાઓનો સદંતર અભાવ જોવા મળતો હતો. હાલમાં વિશ્વમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે લોકો હજુ પણ કોરોનાની અસરની ગંભીરતા સમજતાં નથી અને ટોળે વળીને ઉભા રહે છે. સોશિયલ ડીસ્ટન્સીંગનું વારંવાર મહ્તવ સમજાવવા છતાં પણ લોકો હજુ પણ ટોળે વળીને ઉભા રહે છે અથવા લાઈનમાં ઉભા રહે છે. (તસ્વીર-અહેવાલઃ જીજ્ઞેશ રાવલ,હળવદ)