બાલાસિનોર વિકાસ કો.ઓપ ક્રેડિટ સોસાયટી લિ. તરફથી ફુડકીટનું વિતરણ કરાયું
(મોહસીન વહોરા, સેવાલીયા) બાલાસિનોર શહેરમાં બાલાસિનોર વિકાસ કો.ઓપ ક્રેડિટ સોસાયટી લિ. તરફથી “ જન સેવા એજ પ્રભુ સેવા” નો સાચો અર્થ સમજાવવામાં આવ્યો જરૂરીયાતમંદો તેમજ વિધવા મહીલાઓને ચોખા, લોટ, ચા, મોરસ, દાળ, મીઠું, તેલ, હળદર, મરચુ તેમજ અન્ય અનાજની ૫૦૦ થી વધુ ફુડકીટનું વિતરણ કરવામા આવ્યુ. હાલમા કોરોના વાયરસ(Covid-19) નો ફેલાવો અટકાવવાનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે.
ત્યારે રોજ બરોજ મજુરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું પેટ ભરી રહેલા ગરીબ તથા સામાન્ય મધ્યમ વર્ગનાં પરિવારોને ઘણી મુસીબતો અને તકલીફો પડી રહી છે. ત્યારે આવા પરિવારોને પણ લોકડાઉન દરમીયાન ખાધ્ય સામગ્રીની તકલીફના પડે અને આવા પરિવારો પોતાનાં ઘરોમાં સુરક્ષીત રહે તે હેતુથી એક ફુડકીટનુ વીતરણ બાલાસિનોર વિકાસ કો.ઓપ ક્રેડિટ સોસાયટી લિ.તરફથી કરવામાં આવ્યો.જે માનવતાનું એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડે છે.
બાલાસિનોર વિકાસા કો.ઓપ ક્રેડિટ સોસાયટી લિ.ના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતુ કે “નેકી કર દરિયામેં ડાલ”ની રીત અપનાવી આવા પરિવારોની મદદ કરવી જોઇએ. એ સિદ્ધાંતનું અનુસરણ કરતા કીટ વિતરણ નો એક પણ ફોટોગ્રાફ લેવામાં આવ્યો નથી.અને લોકોએ ધ્યાન રાખવું કે આપડો કોઇપણ પાડોશી ભુખ્યો ના રેહવું જોઇયે. બની શકે તો પોતાની યથાશક્તિ મુજબ એકબીજાને મદદ કરવાની કોશિશ કરો અને અનાજને ઘરમાં સંગ્રહ કરવા કરતાં કોઇ ભૂખ્યાનું પેટ ભરાય એના પર ધ્યાન આપવું જોઈએ.