સરીગામ ખાતે રાહદારીઓ માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે કોરોના જેવા મહામારી રોગના સમયે માનવતાની મહેક દાખવીને આ સંસ્થા દ્વારા ૧૨૪ જેટલા રાહદારીને સરકારશ્રી ના આદેશ મુજબ શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેકટર સાહેબ , મામલતદાર, આઇ જી સાહેબ , એસ પી સાહેબ અને ડી વાય એસ પી સાહેબ વલસાડ જિલ્લા દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવા માં આવ્યું. જિલ્લાની મેડિકલ ટીમ દ્વારા આ લોકોની સ્વાસ્થ્યની ચકાસણી કરી રિપોર્ટ બનાવી ઉપરી અધિકારીઓને જમાં કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા આ લક્ષ્મી વિદ્યાપીઠ સંસ્થા અને તેમાં સ્ટાફ ક્વાટર ને પણ ફોગિંગ અને સેનેટાઈજ કરવાની વ્યવસ્થા કરવા માં આવી. (તસ્વીર – અશોક જોષી, વલસાડ)