મોડાસામાં ૫૦ શ્રમિક પરિવારોને દરરોજ ૧ લીટર દૂધ અને ૫૦૦ મી.લી. છાસનું વિતરણ
મોડાસામાં જય કુબેર ભંડારી ટ્રસ્ટની અનોખી સેવા
સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસ નામની ગંભીર બીમારી મા થી પસાર થઈ રહ્યો છે. ભારત દેશ મા સરકાર દ્વારા ૨૧ દિવસ નું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શહેર માં મજૂરી કામ કરતા અને જરૂરિયાત મંદ પરિવાર ને મદદ કરવા હેતું સૂચિત જય કુબેર ભંડારી ટ્રસ્ટ મોડાસા પરિવાર દ્વારા છેલ્લા ૧૦ દિવસ થી મોડાસા શહેર મા મજૂરીકામ કરતા અને જરૂરિયાત મંદ ૫૦ જેટલા પરિવારોને ૧ લિટર દૂધ અને ૫૦૦ મિલી છાશ પરિવાર દીઠ પૂરી પાડવામાં આવે છે.
મોડાસા ની કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને રાશનની ની કીટ અને શાકભાજી પૂરી પાડી રહી છે ત્યારે સૂચિત જય કુબેર ટ્રસ્ટ મોડાસા દ્વારા કુબેર ભંડારી ટ્રસ્ટ કરનાળી ના પરમ પૂજ્ય રજની દાદા પંડ્યા ના માર્ગદર્શન થી દુધ અને છાશ પૂરી પાડી ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે. જય કુબેર ભંડારી ટ્રસ્ટ મોડાસા ના સૌરભ ત્રિવેદી, અતુલ જોષી, નિતેષ ગોર, કમલેશ સગર સહિત ના જય કુબેર પરિવાર સદસ્યો સેવાકીય કાર્યમાં જોતરાયા છે