Western Times News

Gujarati News

માલપુર પોલીસે નગરમાં ભિક્ષુક જીવન વિતાવતા વ્યક્તિને નવડાવી ધોવડાવી સ્વચ્છ કર્યો

કોરોના વાયરસના ચેપને ફેલાવાથી રોકવા માટે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે જેથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય.આવામાં ગરીબ વર્ગના અને ભિક્ષાવૃત્તિ સાથે સાંકળયેલા લોકો પર આભ તૂટી પડ્યું છે અને તે ખાવા માટે વલખા મારી રહ્યા છે.સેવાકીય સંસ્થાઓ અને પોલીસતંત્ર જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની રહી છે ખાખીની કડક છાપ ધરાવતી પોલીસની દરિયાદિલી કોરોનામાં પ્રશંસા પાત્ર બની રહી છે અરવલ્લી જીલ્લાના માલપુર નગરમાં ફૂટપાથ પર પડી રહી ભિક્ષુક જીવન જીવતા માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિને નવડાવી માલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી હતી.

માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે માલપુર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની અમલવારી માટે સઘન પેટ્રોલિંગ દરમિયાન માલપુર નગરમાં લોકડાઉનમાં તમામ દુકાનો બંધ રહેતા ભિક્ષુક યુવક ની હાલત કફોડી બનવાની સાથે ભૂખ્યો-તરસ્યો પડી રહ્યો હોવાનું જોવા મળતા પોલીસ કર્મચારીઓને સૂચના આપી પોલીસ સ્ટેશન લઇ આવી માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિને નવડાવી સ્વસ્થ કરી તેના વાળ-દાઢી કરાવી જુના અને ગંદા થઈ ગયેલા કપડાં કાઢી નવાં કપડાં પહેરાવીને સેવાકીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ભિક્ષુક વૃત્તિ કરતા યુવકના ચહેરા પર ખુશી જોવા મળી હતી હાલ યુવક માનસિક અસ્વસ્થ હોવાથી તેની સાથે માનવીય અભિગમ દાખવી તેના પરિવારની માહિતી મેળવવા તજવીજ હાથધરી છે

માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકીના જણાવ્યા અનુસાર હાલ ભૂખ્યા તરસી હાલતમાં રહેલ ભિક્ષુક વૃત્તિ કરતા યુવકને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે માનસિક રીતે દિવ્યાંગ હોવાથી મનોચિકિત્સકની મદદ લઈ સારવાર કરી સુરક્ષીત સ્થળે રાખવાની વ્યવસ્થા પોલીસ દ્વારા વિચારાઇ રહી છે.યુવક પાસેથી તેના પરિવાર માહિતી મેળવી તેના પરિવાર સાથે મીલન કરાવવાની દિશામાં પ્રયત્નો હાથધર્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.