વડોદરાના તાંદલજા વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો છે

તાંદલજા વિસ્તારમાં દવા છંટકાવ અને ડીસઇન્ફેક્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
વડોદરા તા.૯ એપ્રિલ, ૨૦૨૦ (ગુરૂવાર) વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારને કોરેન્ટાઈન રેડ ઝોન જાહેર કર્યા બાદ ગઈકાલે તાંદલજા વિસ્તારને પણ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ અને સમગ્ર વિસ્તારને ડીસઇન્ફેક્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં કોરોના ફેલાતો અટકાવવા આરોગ્યતંત્ર દ્વારા તકેદારી અને સાવચેતીના જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.