Western Times News

Gujarati News

બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામામાં સુધારો કર્યો

મિડીયા, ર્ડાકટર,બેંક અને સરકારી ફરજમાં જોડાયેલા વ્યક્તિઓ ફોરવ્હીલર વાહન લઇ જઇ શકશે
(માહિતી બ્યુરો, પાલનપુર)  હાલમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી ધ્વારા સમાંતરે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની અવર- જવરવાળા જાહેર અને ખાનગી સ્થળઓએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નિયંત્રણો મુકવામાં આવેલ છે. તા.૦૪/૦૪/૨૦૨૦થી પાલનપુર શહેરમાં ડાયવર્ઝન આપી ગુરૂનાનક ચોક તરફ જતા ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠાના પત્ર અન્વયે નીચે મુજબનો સુધારો કરવા જણાવવામાં આવેલ છે.

શ્રી સંદિપ સાગલે, ( આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમની ક. ૩૩ (૧) (ખ) તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ થી મળેલ સત્તાની રૂએ ઉપર મુજબના જાહેરનામામાં નીચે મુજબનો સુધારો વાંચવા ફરમાવાયું છે.

આ હુકમ અન્વયે પાલનપુર શહેરમાં ગુરૂનાનક ચોકમાંથી પસાર થતાં ફોર વ્હીલર વાહનો પ્રતિબંધિત કરવાના આ જાહેરનામામાં પ્રિન્ટ મીડીયા તેમજ ઈલેકટ્રોનિક મીડીયાના માણસો તથા તેમના વાહનોનો તેમજ કોવીડ-૨૦૧૯, કોરોના વાયરસ સબંધે ફરજ બજાવતા તમામ સરકારી અધિકારી/ કર્મચારીઓ, બેંકના અધિકારી કર્મચારીઓ, ઈન્ડીયન મેડીકલ એસોસિયેશન હેઠળ નોંધાયેલા ડોકટરો અને પેથોલોજી લેબોરેટ એસોસિયેશન હેઠળ નોંધાયેલ ડોકટરો તથા તેઓનો સ્ટાફ પોતાના વાહનો સાથે પોતાની ફરજ ઉપર આવી જઈ શકે છે. આ જાહેરનામું તા.૦૯/૦૪/૨૦૨૦ થી તા.૧૪/૦૪/ ૨૦૨૦ સુધી અમલમાં રહેશે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.