Western Times News

Gujarati News

મોડાસામાં મોહદીસે આઝમ મિશને ૧૧૦૦ સૅનેટાઇઝર અને માસ્કનું ફેરિયાઓને વિતરણ કર્યું :કોરોનાના ચેપ વિષે માહિતગાર કર્યા

મોડાસા શહેરમાં છેલ્લા ૨૬ વર્ષથી સેવાકીય કર્યો માટે કાર્યરત મોહદીસે આઝમ મિશન દ્વારા લોકડાઉન માં મોડાસા શહેરમાં સારવાર અર્થે દાખલ દર્દીઓ અને જરૂરિયાતમંદ ૩૦૦ થી વધુ લોકોને અશરફી ટિફિન સર્વિસ દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે કોરોના મહામારી સામે જાગૃતિ અભિયાન અંતર્ગત મેઘરજ મોડાસા અને ટીંટોઇ માં ૨૫ થી વધુ મોટા હોર્ડિંગ્સ લગાવી મિશન ના કાર્યકરો લોકો ને ઘરો માં રહેવા પણ સતત સમજાવવા પ્રયત્નશીલ બન્યા છે મોડાસા શહેરમાં ફેરિયાઓને ૧૧૦૦ સૅનેટાઇઝર અને માસ્કનું વિતરણ કર્યું હતું

મોડાસા શહેરમાં શાકભાજી, ફ્રૂટ સહીત વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓને કોરોના વાયરસના સંક્રમણ વિષે માર્ગદર્શન આપવાની સાથે માસ્ક અને સૅનેટાઇઝરની તીવ્ર તંગી અને ભાવપણ આસમાને હોવાથી લોકો માસ્ક પહેર્યા વગર રોજિંદી જિંદગી જીવી રહ્યા છે ત્યારે ફેરિયાઓ અને ફેરિયાઓના સંપર્કમાં આવનાર ગ્રાહકોમાં કોરોના પ્રસરતો અટકે તે માટે ૧૧૦૦  સૅનેટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું

મિશન ના મેમ્બર્સ જાતે જઈ ને લોકો ને માસ્ક અને સેનીટાઈઝર આપી એનો ઉપયોગ કરવા સમજાવ્યું હતું જેમાં નિગરાન આરીફ સિધવા અશરફી ટિફિન સર્વિસ ના ઇન્ચાર્જ હાજી શકીલ શૈખ, સાબિર ખોખર, સાબિર પેન્ટર, સફિક બુલા અશરફ સિધવા વગેરે જોડાયા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.