મણિનગરમાં કોરોનાના કેસો આવતા રસ્તાઓ સૂમસામ બન્યા

કોરોનાની મહામારીની વચ્ચે શહેરમાં વધતા જતા કેસોને લીધે લોકડાઉનનો અમલ કડક રીતે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરના મણિનગરમાં કેસો આવતા રસ્તાઓ સૂમસામ બન્યા હતા. લોકો સ્વયં હવે કોરોના વાયરસની ગંભીરતાને સમજી રહ્યા છે. અમેરિકા, ઈંગલેન્ડ, સ્પેઈન, ઈટાલી જેવા દેશોમાં મહામારીને કારણે મોટી સંખ્યામાં લોકો રોજ સંક્રમીત થઈ રહ્યા છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. તે આંકડાઓ જોઈને લોકોને વાયરસની ગંભીરતા હવે સમજમાં આવી ગઈ છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા લોકડાઉનના અમલની તસવીર લેવામાં આવી હતી.