સંજેલી તાલુકાની મહિસાગરની જિલ્લાની સરહદો સીલ કરાઈ
મુખ્ય માર્ગ સિવાય અંતરીયાળ માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા
(પ્રતિનિધિ સંજેલી, ફારુક પટેલ) દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકો પંચમહાલ મહિસાગરનો સરહદી તાલુકો છે. સંજેલી ખાતે સંતરામપુર અને મોરવા હડફ તાલુકા ના મોટા ભાગના ગામડાઓમાથી ધંધારોજગાર અને રોજી રોટી માટે આવતા હોય છે અચાનક શુક્રવારના રોજ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીબથી સંજેલી મુખ્ય માર્ગ સિવાય અંતરીયાળ માર્ગ ઉપર અચાનક શુક્રવારની મોડી રાત્રે મહિસાગર વહીવટી તંત્ર દ્વારા માટીના ઢગલા અને કાંટા ફાથરી અવરજવર માટેના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી આસપાસ ના લોકો મા ભારે નારાજગી જોવા મળી હતી.
કોરોના ને કારણે ગામડાઓમા કરિયાણા ની દુકાનોમા પુરતુ સામાન મળિ રહેતુ નથી છતા પણ સંજેલીના મુખ્ય માર્ગો બંધ થતા અહીંની પ્રજાને પુરંતુ સામાન લેવા ક્યા જવું તે ચર્ચાનો વિષય બનયો છે. લિલવાસર ભૂગેડી ટાંડી ગાડિયા આંબા જેવા અનેક ગામો ના લોકો સંજેલી મથકે ધંધા રોજગાર ખરિદ વેચાણ આવતા હોય છે . ત્યારે આ રસ્તા સિલ કરી દેતા આ વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે .જેને લઇ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.