Western Times News

Gujarati News

સંસ્‍કૃતિ આર્ટ ફાઉન્‍ડેશન પાલનપુર દ્વારા ઉકરડા પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને નોટબુક-ચોપડાનું મફત વિતરણ કરાયું

પાલનપુરની પ્રસિધ્‍ધ કલા સંસ્‍થા સંસ્‍કૃતિ આર્ટ ફાઉન્‍ડેશન દ્વારા ઉકરડા ગામની પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને નોટબુક-ચોપડાનું મફત વિતરણ કરવામાં આવ્‍યું હતું. ઉલ્‍લેખનીય છે કે આ સંસ્‍થા દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા બાળકોમાં સંગીત અને ચિત્રકલા સહીત બાળકોમાં છુપાયેલી આંતરીક શક્તિઓ અને કલાને બહાર લાવવા તથા ગરીબ બાળકોને શિક્ષણ માટે મદદરૂપ થવા પ્રયાસો કરવામાં આવે છે.

આ વર્ષે ગરીબ બાળકોને અભ્‍યાસના હેતુસર મફત ચોપડા વિતરણ કરવા માટે સોશ્‍યલ મિડીયાના માધ્‍યમથી દાન  માટે ટહેલ નાખવામાં આવી હતી. દાનમાં મળેલ નાણાંથી ઉકરડા ગામની પ્રાથમીક શાળાનાં બાળકોને મહાનુભાવોના હસ્‍તે ચોપડા વિતરણ કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે પાલનપુરના પ્રસિધ્‍ધ ડોકટર અને સેવાભાવી સજ્જન તરીકે જાણીતા તબીબ શ્રી સુરેન્‍દ્ર ગુપ્‍તાએ સંસ્‍કૃતિ આર્ટ ફાઉન્‍ડેશનની રચનાત્‍મક પ્રવૃતિઓની સરાહના કરતાં જણાવ્‍યું કે સમાજસેવા માટે સહીયારા પ્રયાસોની આવશ્‍યકતા હોય છે ત્‍યારે આવી સંસ્‍થાઓના યુવાનોનુ યોગદાન મહત્‍વનું છે. તેમણે કહ્યું કે આ સંસ્‍થાના યુવાનો આર્થિક રીતે બહુ સુખી-સંપન્ન નથી પરંતુ વૈચારીક રીતે તેઓ મહાન અને પ્રેરણાદાયી બની શકે છે. તેમણે કહ્યું કે બાળકોને શિક્ષણના હેતુ માટે કરેલી મદદ કે દાન સર્વશ્રેષ્‍ઠ ગણી શકાય. બાળકોને સારૂ ભણવા અને આત્‍મવિશ્વાસથી આગળ વધવા તેમણે પ્રોત્‍સાહીત કર્યા હતા.

આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રી ડો. દર્શીત ટેલરના હસ્‍તે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં સંસ્‍કૃતિ આર્ટ ફાઉન્‍ડેશનના યુવાનો સર્વશ્રી નયનભાઇ ચત્રારીયા, શ્રી ભરતભાઇ ચડોખીયા, શ્રી લલીતભાઇ ચત્રારીયા, શ્રી નિકુલભાઇ ડાભી, શ્રી વિનોદભાઇ રણાવાસીયા તથા શાળાના શિક્ષકો, વાલીઓ અને વિધાર્થીઓ સારી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.