લીમખેતર અને ગડીજંતર જેવા ગામોમાં ખાદ્યાન્ય સામાગ્રીની ૬૫ જેટલી કિટ્સનું વિતરણ

રાજપીપળા, “કોરોના” સંક્રમણને અટકાવવા માટે રાત-દિવસ પ્રયાસરત સરકાર અને તેના જુદા જુદા વિભાગો સાથે સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ ખભેખભા મિલાવીને અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. તદ્દઅનુસાર નર્મદા જિલ્લાનાં અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ગરૂડેશ્વર તાલુકાના લીમખેતર અને ગડીજંતર જેવા ગામોના વિસ્તારમાં ફેસિસ ફાઉન્ડેશન દ્વારા ઘઉં, ચોખા, કઠોળ સહિતની આવશ્યક ચીજવસ્તુઓની ખાદ્યાન્ય સામગ્રી સાથેની કુલ ૬૫ જેટલી કિટ્સનું જરૂરીયાતમંદોને સંસ્થાના ડૉ. રાહુલ પટેલ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સ્થાનિક સભ્યશ્રી ઇશ્વરભાઇ તડવી પણ હાજર રહ્યાં હતા.