Western Times News

Gujarati News

નકલી આઈકાર્ડ બનાવી શહેરમાં રખડતાં શખ્સને ઝડપતી મણીનગર પોલીસ

મિત્રનાં આઈકાર્ડની કલર ઝેરોક્ષ કરાવી પોતાનો ફોટો લગાવી દીધો
અમદાવાદ, એકતરફ લોકડાઉનને ર૧ દિવસ પુરા થવામાં એક દિવસની વાર છે. બીજી તરફ લોકડાઉન વધુ ૩૦ એપ્રિલ સુધી લંબાવવાની શક્યતા છે. આ ગાળામાં કેટલાંય નાગરિકો ઘરમાં બેસીને કંટાળી ગયા હોવાથી બહાર આંટા મારવા માટે અવનવાં કિમીયા અજમાવી રહ્યાં છે. આ Âસ્થતિમાં પોલીસ પણ વધુ કડક બનીને તપાસ કરી હતી છે. આવી જ કાર્યવાહી દરમિયાન મણીનગર પોલીસે નકલી આઈ-કાર્ડ બનાવી ખુલ્લેઆમ રખડતાં શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સે નાગરિક સમિતિમાં કાર્યરત પોતાના મિત્રનું આઈકાર્ડ લઈ તેની કોપી કાડીને પોતાનો ફોટો લગાવ્યો હતો.

અવનવા બહાના હેઠળ બહાર નીકળતાં નાગરિકોને કોરોનાનો ચેપ લાગવાનો ભય રહેતાં તંત્ર દ્વારા સેવાભાવી સંસ્થા તથા નાગરિકોને તમામ સામાન પોતાને સુપરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાંક શખ્સો બહાર રખડવા ખાતર બહાનાં શોધી રહ્યાં છે. મણીનગર પોલીસની ટીમ રામબાગ ચાર રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતી એ વખતે શંકાસ્પદ લાગતાં એકસેસ ચાલકને સ્વામીનારાયણ મંદિર નજીક રોકીને તેની પૂછપરછ કરી હતી.

જેમાં તેણે પોતાનું નામ રહેમત વારીસ ગુલામ વારીસ અન્સારી હોવાનું જણાવ્યું હતું. અને પોતાનું ગુજરાત નાગરિક સેવા સમિતિ વોલન્ટીયરનું કાર્ડ બતાવ્યું હતું. જા કે પોલીસે વધુ પૂછપરછ કરતાં ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે કડકાઈ વર્તતા તેણે પોતાનાં મિત્ર મોહંમદ રહીશ (શાહ આલમ દરવાજા) પાસેથી તેનું કાર્ડ લઈ કલર ઝેરોક્ષ કરાવીને પોતાનો ફોટો લગાવીને વાપરતો હોવાનું કબુલ્યું હતું. જેથી મણીનગર પોલીસે રહેશત વારીસ અન્સારી (શાહઆલમ) અને મોહંમદ રહીશ (શાહ આલમ દરવાજા) વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.