અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના વારંવાર બદલાતા નિવેદનોથી પ્રજા પરેશાન
મ્યુનિ. કમિશ્નર નાગરિકો સાથે ‘માઈન્ડ ગેમ’ રમી રહ્યાં હોવાના આક્ષેપ
અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદના નાગરિકો કોરોનાના આતંકથી ફફડી રહ્યાં છે. મ્યેનિ. કમિશ્નરે માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં “સબ સલામત” ની જાહેરાત કરી હતી જેના કારણે નાગરિકો નિશ્ચિંત હતા. પરંતુ મ્યુનિ. કમિશ્નર વાયદા-વચનમાં સવાયા રાજકારણી સાબિત થઈ રહ્યાં છે. કોરોના સામેની લડત મામલે તેમણે જ દાવા કર્યા હતા તે પોકળ સાબિત થઈ રહ્યાં છે. જ્યારે દરરોજ અલગ-અલગ નિવેદનો કરીને મ્યુનિ. કમિશ્નર નાગરિકો સાથે માઈન્ડ ગેમ રમી રહ્યાં હોય તેવો માહોલ જાવા મળે છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન “કોરોના” સામેની લડતમાં નિષ્ફળ સાબિત થયું છે. જેના માટે મનપાના સર્વેસર્વા કમિશ્નર જવાબદાર છે. દેશમાં ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં કોરોનાએ દસ્તક આપી હતી. પરંતુ મ્યેનિ. કમિશ્નરને નાગરિકોની જીંદગી બચાવવા કરતાં “નમસ્તે ટ્રમ્પ” ની વાહવાહી લૂટવામં વધારે રસ હતો તેથી ફેબ્રુઆરી મહિનામાં કોરોના માટે કોઈ જ તૈયારી કરવામાં આવી ન હતી તેમ છતાં આજે ર૦ એપ્રિલે તેમના નિવેદનમાં જાન્યુઆરી મહિનાચથી મ્યુનિ. કોર્પોરેશન તૈયારી રહી રહ્યું હોવાના નિવેદન કર્યા છે. મ્યુનિ. કમિશ્નર માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જાગ્રત થયા હતા તથા એસ.વી.પી. સહિત તમામ હોÂસ્પટલોમાં પુરતી તૈયારી હોવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ એએમટીએસ બસોને સેનેટાઈઝડ કરવાની શરૂઆત કરી હતી. તથા પાનના ગલ્લા બંધ કરાવ્યા હતા પરંતુ રાત્રી ખાણીપીણી બજાર ચાલુ રાખ્યા હતા.
વડાપ્રધાને લોકડાઉનની જાહેરાત કર્યા બાદ બે સપ્તાહ સુધીનો સમગ્ર તંત્રને ફુડ પેકેટ્સ તથા અન્ય વ્યવસ્થામ જ લગાવ્યું હતું. લોકડાઉનનો ખરો મતલબ તેઓ આઠ એપ્રિલે સમજ્યા હોય તેમ લાગી રહ્યું છે. આઠ એપ્રિલથી તેમણે કોટ વિસ્તારને બફરઝોન જાહેર કર્યો હતો તથા બે દિવસ ડોર ટુ ડોર સરવેની સધન ઝુંબેશ ચલાવી હતી તે દરમિયાન પણ તેઓ સતત પોતાની જાતને “લાચાર” જાહેર કરીને સહાનુભૂતિ મેળવવા પ્રયાનસ કરતા રહ્યાં હતા. નાગરિકો સહકાર નથી આપતા, સેમ્પલ આપવાની ના પાડે છે, પોઝિટિવ દર્દી દાખલ થવાની ના કહે છે તેવા નિવેદનો કમિશ્નર દ્વારા કરવામાં આવ્યા હતા. જે તંત્રના સર્વેસર્વા માટે શરમજનક માનવામાં આવે છે.
મ્યુનિ. કમિશ્ઝશ્રે રપ માર્ચ પહેલા પ્રેસ બ્રીફીંંગમાં જાહેરાત કરી હતી કે મ્યુનિ. કોર્પોરેશન એક સાથે ર૦ હજાર દર્દીની સારવાર કરી શકે છે. લાખોની સંખ્યામાં કેસ આવશે તો તંત્ર કશું જ કરી શકે તેમ નથી. આમ, ર૦ હજાર દર્દીને સારવાર કરવાના દાવા કરનાર કમિશ્નર એક હજાર દર્દીમાં જ થાકી ગયા છે. પોઝિટિવ દર્દીને સમયસર દાખલ કરવામાં આવતા નથી. ૧૯ એપ્રિલે સીવીલ હોÂસ્પટલમાં જે બનાવ બન્યો તે પહેલાં ૧૮ એપ્રિલે જમાલપુરના નવ પોઝિટિવ દર્દીને સાત કલાક બાદ હોÂસ્પટલ લઈ જવામાં આવ્યા હતા. આવી વ્યવસ્થા હોય તો કોરોના પર કાબુ કેવી રીતે આવશે ? તે પણ પ્રકશ્ન છે.
મ્યુનિ. કમિશ્નર હોદ્દાની દ્રષ્ટીએ શહેરીજનો ના વડીલ છે. આ સંકટના સમયે નાગરિકોને સાંત્વના આપવાની જગ્યાએ તેઓ માઈન્ડ ગેમ રમી રહ્યાં હોય તેમ લાગે છે. છેલ્લા દસ દિવસ દરમિયાન તેમણે જે નિવેદન કર્યા છે તે પરથી આ બાબત સ્પષ્ટ થાય છે. થોડા દિવસ પહેલાં, તેમણે કોરોના કેસનો આંકડો લાખોને પાર જઈ શકે તેમ છે, તેમ કહ્યું હતું. બીજા દિવસે પરિÂસ્થતિ અત્યંત ગંભીર અને કાબુ બહાર જઈ રહી હોવાના ઉચ્ચારણ કર્યા હતા. ત્યારબાદ અમેરિકા-યુરોપ કરતા પણ વધુ સેમ્પલ લેવામાં આવ્યા હોવાથી કેસ વધી રહ્યાં હોવાના દાવા કરવામાં આવે છે. તેમજ સંક્રમિતોને શોધીને દાખલ કરવામાં આવ્યા હોવાથી ૪૦૦ના ગુણાકાર કરીને અઢી લાખ નાગરિકો ની જીંદગી બચાવી હોવાના દાવા કરે છે.
મ્યુનિ. કમિશ્નરના નિવેદનોનો મતલબ એ થાય છે કે તેઓ ભારત સરકાર કરતા વધુ સારૂં કામ કરી રહ્યાં છે. તથા અમદાવાદમાં તેઓ ન હોત તો શહેરની ખાનાખરાબી થઈ ગઈ હોત. મ્યુનિ. કમિશ્નરે ચાર-પાંચ દિવસ અગાઉ નાગરિકોને સલાહ આપી હતી કે તાજા શાકભાજી ખાવા કરતાં જીંદગી કિંમતી છે. તેના બીજા જ દિવસે તેમણે રેડઝોનના વિસ્તારોમાં શાકભાજીના માર્કેટ શરૂ કરાવ્યા છે પરિણામ સ્વરૂપ બહેરામપુરા પણ રેડઝોનમાં આવી ગયું છે, એપીએમસીના વેપારીઓ પોઝિટિવ જાહેર થયા છે તથા લોકડાઉનનો ચુસ્ત અમલ કરનાર લોકોના ઘર સુધી શાકભાજી મારફતે કોરોના પહોંચી ગયો.