અમદાવાદમાં કોરોના ફ્રન્ટ લાઇન વોરિયર્સ પ્રત્યે ઓરમાયું વર્તન
અમદાવાદ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1200 ને પાર કરી ગઇ છે શહેરના તમામ વિસ્તારોમાંથી કોરોન પોઝિટિવ કેસ આવી રહ્યા છે. કોરોના દર્દીઓને શોધવા માટે તંત્ર ઘ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કમિશનર ના દાવા મુજબ 80 ટકા કેસ કોર્પોરેશન ની ટીમે શોધ્યા છે.
પરંતુ દિવા તળે અંધારું કહેવત ફ્રન્ટ લાઇન વોરિયર્સ માટે સાબિત થઈ રહી છે.ચિંતાજનક બાબત એ છે કે શહેરીજનોને કોરોના સંક્રમણ બચાવવા દિવસ રાત કામ કરતા ફ્રન્ટલાઈન વોરીયર્સ પણ કોરોના સકંજામાં આવી રહ્યાં છે શહેરના પોલીસ કર્મચારીઓ તથા તબીબો કોરોના પોઝિટિવ જાહેર થઇ રહ્યા છે તેવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ નાના-મોટા કર્મચારીઓ કોરોના પોઝિટિવ જાહેર થઈ ગયા છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દિવસ રાત ફિલ્ડ વર્ક કરી રહ્યા છે તેમ છતાં તેમના પ્રોટેક્શન માટે કોઈ સુવિધા તંત્ર તરફથી કરવામાં આવી નથી તેમજ વ્યવસ્થા ખોરવાઇ જવાના ડરથી તેમના ટેસ્ટ ન કરવા માટે પણ સુચના આપવામાં આવી હોવાની વિગતો જાહેર થઇ છે જેને શરમ જનક અને ધૃણાસ્પદ બાબત માનવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ને સલામતી ન આપીને તંત્ર તેમના તરફ ઓરમાયુ વર્તન દાખવી રહ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે
અમદાવાદમાં લોકડાઉન જાહેર થયું તે પહેલાથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કર્મચારી દિવસ રાત કામ કરી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ એરપોર્ટ પર ચકાસણી શરૂ થઈ તે સમયથી ઉચ્ચ અધિકારીઓ અને ફિલ્મ સ્ટાર સતત કામ કરી જયા છે જે આજે પણ યથાવત છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ, ટેક્સ અને ઇજને અધિકારીઓ ફૂડ પેકેટ વિતરણ સહિતની અનેક પ્રકારની કામગીરી કરી રહ્યા છે
જ્યારે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ સફાઇથી માડી તમામ પ્રકારની કામગીરી કરે છે આ કર્મચારીઓ સંક્રમિત લોકોની વચ્ચે પણ ફરજ બજાવતા હોવાથી તેઓ પણ કોરોના ની ઝપટમાં આવી જાય તેવી સો ટકા શક્યતા છે તેમ છતાં પહેલા દિવસથી જ આ કર્મચારીઓ ને તેમની સુરક્ષા માટે કોઈ જ સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી સફાઈ કર્મચારીઓની વારંવાર રજૂઆત બાદ થોડા દિવસ પહેલા થોડા ઘણા સાધનો આપવામાં આવ્યા છે
મ્યુનિસિપલ તંત્રની બેદરકારીના કારણે 30 કરતા વધારે કર્મચારીઓ કોરોના નો ભોગ બન્યા છે જેમાં દસ કરતાં વધારે તબીબી અને પેરા નર્સિંગ સ્ટાફ નો પણ સમાવેશ થાય છે જ્યારે વર્ગ ચારના કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ જાહેર થઇ રહ્યા છે તેવી જ રીતે કોર્પોરેશનના આંગણવાડી અને મેલેરિયા વર્કર ડ્રાઇવર સહિતના કર્મચારીઓ સંક્રમણ માં આવ્યા છે તેમ છતાં નઘરોળ તંત્રની આખો ખુલતી નથી.
તથા કર્મચારીઓને સુરક્ષા ના સાધનો આપવાની વાત તો દૂર રહી પરંતુ તેમના ટેસ્ટ કરવા માટે પણ વિચાર સુદ્ધા કરતા નથી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ અને અને ફિલ્ડ સ્ટાફ ની જિંદગી જોખમાઇ શકે છે. સૂત્રોનું માનીયે તો જો આજની તારીખમાં મ્યુનિસિપલ કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવે તો ખૂબ જ ચોંકાવનારા પરિણામ જાહેર થાય તેમ છે મ્યુનિસિપલ કોર્પોરેશન ના કર્તાહર્તા લોકો વ્યવસ્થા ખોરવાઇ ન જાય તેમજ હોસ્પિટલોમાં બેડ ખુટી ન પડે તેવા કારણોસર કોર્પોરેશનના કર્મચારીઓ ની જિંદગી સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે
નોંધનીય છે કે પ્રોટેક્શન કીટ ન મળવાના કારણે એલજી હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફ તેમજ સફાઈ કર્મીઓ પણ કોરોના ની ઝપટમાં આવી ગયા છે જેના કારણે ગઈકાલે એલ.જી.માં દેખાવો પણ થયા હતા તેવી જ રીતે ફ્રન્ટલાઈન વોરિયર્સ પોલીસ કર્મીઓ પણ સંક્રમણનો ભોગ બની રહ્યા છે
અમદાવાદ શહેરમાં ૪૦ જેટલા પોલીસ કર્મીઓ પોઝિટિવ જાહેર થયા છે તેમ છતાં સરકાર અને મ્યુનિસિપલ અધિકારીઓની આંખ ખુલતી નથી તથા પ્રજાના સાચા અર્થમાં સેવક કહી શકાય તેવા મ્યુનિસિપલ કર્મચારીઓ સાથે અમાનવીય વર્તન કરી રહ્યા હોય તેમ લાગે છે મ્યુનિસિપલ કોર્પોરેશન ને જો રિપોર્ટ કરવા ન હોય તો ફિલ્ડવર્ક કરતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પીપીઇ કીટ આપવી જોઈએ તેમ નિષ્ણાતો માની રહ્યા છે .