મહુધા નગરપાલિકાના કાઉન્સિલર સાકીર મનસુરીએ સેનેટાઈઝરનો છંટકાવ કરી લોકોના દિલ જીતી લીધા.

મહુધા નગરપાલિકાના કાઉન્સિલર સાકીર મનસુરી એ સેનેટાઈઝરનો છંટકાવ કરી લોકોના દિલ જીતી લીધા હતા. મહામારી વચ્ચે કિટ વિતરણ, ટીફીન સેવા તો કરી જ પરંતુ આજે આ અનોખી પહેલ કરીને લોકોને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ અને અને એક પ્રજાના સાચા સેવક કેવા હોવા જોઈએ એનો પણ દાખલો આપ્યો હાજી શાકીરભાઇ હાજી જમાલ ભાઇ મનસુરીએ માત્ર પૈસા ન ખર્ચી જાતે જીવના જોખમે પ્રજા માટે સેનેટાઈઝરનો છંટકાવ કરી સૌના દિલ જીતી લીધા છે.
વેપારમાં જેમનો જોટો મળતો નથી અને પોતાના સ્વ ખર્ચે પ્રજાના કામ કરવાના ટેવ વાળા એવા રેહબર, સેવાભાવી, દિલદાર સ્વસ્થ છબી ધરાવતા સાકીરભાઈ મનસુરી એ પ્રજાની સેવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો હતો. અને માત્ર ચૂંટણી સમયે જ પ્રજા હિતની મોટી મોટી વાતો કરતા રાજકારણીઓના મોઢા પણ બંધ કરી દીધા છે. (રીપોટૅર :- મોહસીન વહોરા, સેવાલીયા )