નવો બનેલો અંકલેશ્વર – રાજપીપલાનો ચાર માર્ગીય રોડ ધોવાઈ ગયો
(પ્રતિનિધિ) ભરૂચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા બધા માર્ગોમાં મહત્વનો ગણાતો અંકલેશ્વર રાજપીપલા નો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનતા જનતા ને ઉમદા સવલત મળવાની ખુશી હતી.તેના સ્થાને રોડ બન્યા બાદ થોડાજ સમયમાં ધોવાઇ જતા જનતાની ખુશી જાણે નંદવાઇ ગઇ હોય એવુ લાગે છે.
આ રોડ ના આયોજનમાં કરોડો રુપિયા ફળવાયા પરંતુ લાંબા સમયની કામગીરી બાદ પણ રોડ ની કામગીરી ઘણા સ્થળોએ અધુરી છે.નાળાઓ પુલ પણ ઘણી જગ્યાએ અધુરા છે.સ્ટેચ્યુ ને ખુલ્લુ મુકાયા બાદ તેને નિહાળવા આવતા સહેલાણીઓ ની સંખ્યામાં દિન પ્રતિ દિન ભારે વધારો થઇ રહ્યો છે ત્યારે આ મહત્વનો માર્ગ તેના ચાર માર્ગીય નિર્માણ બાદ થોડા સમયમાં જ ઠેર ઠેર થી ધોવાઇ જતા માર્ગ બનાવવામાં ગેર રીતિ થઇ હોવાની શંકાઓ ઉઠવા પામી છે.આ માર્ગ પર વારંવાર નાના મોટા અકસ્માતો થાય છે. અને તેમાંના ઘણાખરા અકસ્માતો માટે માર્ગ ની બિસ્મારતા જવાબદાર હોવાની વાતો લોકમુખે ચર્ચાઇ રહી છે.ભારતના ગૌરવરુપ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ની શોભાને અનુરૂપ તેને જોડતા માર્ગો પણ સુંદર હોવા જોઇએ.ત્યારે થોડાજ સમયમાં ધોવાઇ ગયેલા માર્ગ ને તાકીદે દુરસ્ત કરવા તંત્ર આગળ આવે તે જરૂરી છે.*