લાંભામાં તંત્રની મદદથી ૨૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું
કોરોનાને લીધે અમદાવાદ હોટસ્પોટ બન્યું છે અને શહેરમાં દિવસને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે તેવા સમયે તંત્ર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી રહી છે. આવા જ એક કિસ્સામાં લાંભા ખાતે આવેલ ઇન્દિરાનગર વિભાગ- ૧ માં રહેતા બટુકભાઇ નામના વ્યક્તિએ વટવા મામલતદારને ફોન કરીને તેમની આજુબાજુના વિસ્તારમાં રહેતા આશરે ૨૦૦ લોકો માટે જમવાની જરૂરિયાત છે તેવું જાણવા મળતા મામલતદારશ્રી વટવા દ્વારા ઇન્દિરાનગર વિભાગ-૨ માં સેવાભાવી સંસ્થા દ્વારા ચાલતાં રસોડાની મદદ લઇને રેવન્યુ તલાટીની મદદથી લાંભાના આશરે ૨૦૦ લોકોને જમવાની સગવડ કરી આપી હતી. ઇન્દિરાનગરના લોકોએ પણ આ રીતે જમવાની તાત્કાલિક વ્યવસ્થા કરતાં તંત્રનો આભાર માન્યો હતો. લોકોએ જમવાનું પૂરૂ પાડી તેમનો જઠરાગ્ની શાંત થવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.