બાવળા તાલુકાના મેટાલ ગામે ભરાતો વૈશાખ સુદ પાંચમનો મહાકાળી માતાજીનો મેળો આ વર્ષે રદ કરાયો

પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ અને દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે આખાય વિશ્વના સમારંભો અને ઉત્સવોને બંધ રાખવાની ફરજ પડી છે. ગુજરાત મેળા અને લોક સાંસ્કૃતિક વારસા માટે સમગ્ર દેશમાં જાણીતું છે ત્યારે આ કટોકટીના સમયમાં જ્યારે સમગ્ર જગત લોકડાઉનની પરિસ્થિતિમાં છે તેવા સમયે વૈશાખ સુદ પાંચમ તા: ૨૮ એપ્રિલના રોજ યોજાનાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેટાલ ગામે મહાકાળી માતાનો મેળો બંધ રાખવાનો નિર્ણય ગામનાં સરપંચ શ્રી મુળજીભાઈ સોનારા દ્વારા લેવામાં આવ્યો છે .
જ્યાં સુધી કોરોનાવાયરસ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી મેટાલ ગામમાં કોઈપણ દુકાનદાર દરેક પ્રકારના ઠંડા પીણા, આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ વેચી શકશે નહીં તેનુ વેચાણ સદંતર બંધ રાખવાની સરપંચશ્રી દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. સૂચનાનું પાલન ન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તથા મેટાલ ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 500 નો દંડ કરવામાં આવશે એમ સરપંચ શ્રી જણાવ્યું છે.