અરવલ્લીના ૧૨ કેદીઓએ ઇ-પ્રિઝન એપથી જેલમાં ઇ-મુલાકાત કરાવાઇ
અમદાવાદ, હાલમાં વિશ્વ વ્યાપી કોરોના વાઇરસની મહામારી જેવા રોગના સંક્રમણથી બચવા જેલના બંદીવાનોને રુબરૂ મુલાકાત પર નિયંત્રણ કરવામાં આવેલ છે. ત્યારે અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઇન્સપેક્ટર જનરલશ્રી, ગુજરાત રાજ્ય-અમદાવાદનાઓની સુચના મુજબ ઇ-મુલાકાત મળવા પાત્રતા ધરાવતા હોય તેવા
બંદીવાનોને ટેકનોલોજીના માધ્યમથી જેલના બંદીવાનો પોતાના પરિવાર સાથે વાતચીત કરી પરિવારના સભ્યોને જોઇ શકે તે હેતુસર ઇન્ટરનેટ ધ્વારા ઇ-પ્રિઝન એપ્લિકેશન ધ્વારા અત્રેની જેલના બંદીવાનોને પોતાના પરિવારના સભ્યો સાથે ઘરબેઠા ઇ-મુલાકાત કરાવવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં હાલ હાલ ૧૦૦થી કેદીઓ જેલમાં છે જે પૈકી ૩૩ બંદીવાનોએ લાભ લીધેલ છે. આવા કપરા સમયે કેદીઓને પણ પોતાના સ્વજનો ખબર અંતર પુછવા મળતા એક રાહતરૂપી સેવા થઇ છે. (દિલીપ પુરોહિત. બાયડ)