સાબરમતી જેલમાં કેદી અને જેલ સ્ટાફને કોરોના વાયરસથી બચાવવાની તકેદારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાઇ
કોરોના વાયરસના સંક્રમણ બાબતે વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત દેશ અને ગુજરાતમાં આ બાબતે રાજ્ય સરકારશ્રી દ્વારા તેને નાથવાની અનેક કોશિશો છતાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ જોવા મળે છે અને તેને અટકાવવાના ભાગરૂપે અનેક પગલાઓ લેવામાં આવી રહેલ છે.
કોરોનાવાયરસના સંક્રમણની અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલમાં રહેલા કેદીઓને મુક્ત રાખવા માટે રાજ્ય સરકારશ્રી તરફથી તથા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા વખતોવખત આપવામાં આવેલ સૂચનાઓ અને માર્ગદર્શન તેમજ એસ.ઓ.પી મુજબ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ અને જેલના તમામ સ્ટાફને સંક્રમણ ના થાય તેની તકેદારીના ભાગરૂપે પગલાં ભરવામાં આવેલ છે.
તેમ જ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. તેમ છતાં જેલમાં કોઈ કેદીને અથવા સ્ટાફને કોરોનાવાયરસનો સંક્રમણ થાય તો તેને અન્ય કોઈ વ્યક્તિને તેનો ચેપ ન લાગે તે રીતે સુચારુ રૂપથી હેન્ડલ કરવું તેમજ જેલની હોસ્પિટલ ખાતે આ અંગે કરવામાં આવેલ તૈયારીઓ તેમ જ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ તેમજ જેલ તંત્ર સાથે તાલમેલ મેળવી કેવી રીતે કરવો તથા કોરોનાગ્રસ્ત વ્યક્તિને સારવાર કરવી અને જરૂર જણાય ત્યારે કોવિડ ૧૯ હોસ્પિટલ ખાતે આગળની સારવાર માટે મોકલવા સારુંના અભ્યાસના ભાગરૂપે એક મોકડ્રિલનું આજરોજ સાબરમતી જેલની અંદર જ આયોજન કરવામાં આવેલ હતું.
આ મોકડ્રિલ સમયે સાબરમતી મધ્યસ્થ જેલ અધિક્ષકશ્રી ડૉ. એમ. કે નાયક , નાયબ અધિક્ષકશ્રી વી. આર. પટેલ અને નાયબ અધિક્ષકશ્રી ડી.વી. રાણા , જેલ ડોક્ટર શ્રી વી. આઈ. પટેલ ,ચીફ મેડિકલ ઓફિસર તથા ડેપ્યુટી મેડીકલ ઓફિસર શ્રી એન. કે. પટેલ તેમજ અન્ય પેરામેડિકલ સ્ટાફ તેમજ ફાર્મસીસ્ટ સ્ટાફ અને સાબરમતી મધ્યસ્થ જેલના તમામ સિનિયર ગ્રુપ -૧ જેમા શ્રી એ. આર. કુરેશી, શ્રી ડી. ડી. પ્રજાપતિ તેમજ શ્રી એચ.એમ શાહ અને જેલ ગૃપ-૨ તેમજ જેલના અન્ય કર્મચારીઓ જોડાયેલા હતા.