Western Times News

Gujarati News

મ્યુનિ. સ્કૂલબોર્ડના 3400 શિક્ષકોની પ્રશંસનીય કામગીરી

અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના ને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત પચ્ચીસ માર્ચ થી ૨૧ દિવસ માટે લોક ડાઉન જાહેર કર્યું હતું તે સમય દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનના આંગણવાડી અને આશા વર્કરો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી તેની સાથે નાગરિકોમાં જનજાગૃતિ આ આવે તે માટે મ્યુનિસિપલ શાળાના શિક્ષકોને ખાસ કામગીરી સોંપવામાં આવી હતી.

શિક્ષણ સમિતિના 3000 કરતા વધારે શિક્ષકો શિક્ષકોએ ઘરે-ઘરે જઈને નાગરિકોને કોરોનાવાયરસનો વ્યાપ અટકાવવા તેમજ તે અંગે જાગૃત કરવા કામગીરી કરી હતી તે દરમિયાન 800 કરતાં વધારે શંકાસ્પદ બીમાર વ્યક્તિઓને ઓળખી તેમને વધુ સારવાર માટે રીફર કર્યા હતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્ર સિંહ તોમર અને શાસનાધિકારી લગધીર દેસાઈ આ અંગે  વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે ૭ એપ્રિલથી 18 એપ્રિલ સુધી 3424 શિક્ષકોએ જનજાગૃતિ અભિયાન માં જોડાયા હતા.

તે દરમિયાન તેમણે પાંચ લાખ 17 હજાર  કુટુંબની મુલાકાત લીધી હતી તથા એટલી જ સંખ્યામા પત્રિકા ના વિતરણ પણ કર્યા હતા જનજાગૃતિ અભિયાન દરમિયાન શરદી ખાંસી k તાવના લક્ષણ હોય તેવા ૭૪૧ વ્યક્તિઓને આગળ સારવાર માટે રીફર કર્યા હતા.

જ્યારે૨૦ અને ૨૧ એપ્રિલે વધુ 95 શંકાસ્પદ દર્દીઓ ને ઓળખી સારવાર માટે પ્રબંધ કર્યો હતો આમ ૭ એપ્રિલથી 21 એપ્રિલ સુધી 3424 શિક્ષકોએ અંદાજે 600000 કુટુંબની મુલાકાત લીધી હતી તેમજ કુલ ૮૧૬ વ્યક્તિઓને સારવાર માટે મોકલી આપ્યા છે તેમજ ૨૯ લાખ કરતા પણ વધુ નાગરિકોનું આરોગ્યલક્ષી સર્વે કર્યો છે.

મ્યુનિસિપલ શિક્ષકોનો આ સર્વે 25 એપ્રિલ સુધી ચાલુ રહેશે સર્વે દરમિયાન વિતરણ કરવામાં આવતી પત્રિકાઓ ને જંતુમુક્ત કરવામાં આવે છે વૈશ્વિક મહા મારી ના આ કપરા કાળમાં શિક્ષકોએ જીવના જોખમે નાગરિકોમાં જાગૃતતા લાવવાની પ્રસંશનીય કામગીરી કરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.