અમદાવાદના સમરસ કોવીડ કેર સેન્ટરમાં મનપાની અક્ષમ્ય બેદરકારી
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે 25 એપ્રિલ રિપોર્ટ મુજબ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા બે હજારની પાર કરી ગઈ છે અમદાવાદમાં કોરોનાના એક પણ કેસ કન્ફર્મ થયા ન હતા તે સમયથી મ્યુનિસિપલ કમિશનર વિવિધ પ્રકારના દાવ કરી રહ્યા છે તેમજ સમયાંતરે આંકડાકીય માયાજાળ રચીને નાગરિકોના મગજ સાથે રમત રમી રહ્યા હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે
અમદાવાદ શહેરમાં દર્દીઓને વિશ્વ કક્ષાની સારવાર મળે છે તેવી જાહેરાતો ને ખોટી સાબિત કરતો વિડિયો વાયરલ થયો છે જેમાં કોરોના દર્દીઓની સાર સંભાળ રાખવાની જવાબદારી પણ કોરોના દર્દીઓને સોંપવામાં આવી છે. વિશ્વમાં કોરોના માટે આ પ્રકારની એકમાત્ર હોસ્પિટલ અમદાવાદમાં છે જેને અત્યંત શરમજનક બાબત માનવામાં આવી રહી છે.
અમદાવાદ શહેર કોરોના માટે રેડઝોન બની ગયું છે. શહેરના તમામ વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થઈ રહ્યા છે જે પૈકી જે દર્દીઓને કોરોનાના લક્ષણો જણાતા ના હોય તેમજ બીજા દર્દીઓ કરતા તબિયત સારી લાગતી હોય તેમના માટે સમરસ હોસ્ટેલ માં કોમેડી કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે જેમાં 2000 દર્દીઓને રાખવાની સુવિધા છે સામાન્ય રીતે કોરો નાના દર્દીઓને અલગ રાખવામાં આવતા હોય છે
તેમજ તેમની સારસંભાળ રાખનાર કર્મચારીઓને સુરક્ષાના પૂરતા સાધનો આપવામાં આવે છે પરંતુ સમરસ હોસ્ટેલ માં તદ્દન વિપરીત પરિસ્થિતિજોવા મળે છે હોસ્ટેલમાં સારવાર લઈ રહેલ સહેજાદ નામના એક દર્દી એ વાઈરલ કરેલ વીડિયોમાં સ્પષ્ટ જણાય છે કે કોરોના દર્દીઓને ચા નાસ્તો તેમજ ભોજન આપવાની જવાબદારી અન્ય પોઝિટિવ દર્દીઓને સોંપવામાં આવી છે આ દર્દીઓ amc કર્મચારીઓ હોય તેવી શક્યતા પણ જોવા મળે છે દર્દીઓને અન્ય પોઝિટિવ દર્દી દ્વારા ભોજન k નાસ્તો આપવામાં આવે છે તે સમયે કર્મચારીઓને સુરક્ષાના સાધનો પણ આપવામાં આવ્યા હોતા નથી
જેના કારણે સંક્રમણ નો વ્યાપ વધી શકે છે તથા સારવાર લઈ રહેલા દર્દીઓના બેથી ત્રણ વખત રિપોર્ટ કરવામાં આવ્યા હોવા છતાં નેગેટિવ રિપોર્ટ આવતો નથી જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેદરકારીને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે સહેજાદ સૈયદ સાથે ટેલીફોનિક વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓને જે રૂમમાં રાખવામાં આવ્યા છે તેની સફાઈ પણ થતી નથી
તેમજ દર્દી દાખલ થાય તે સમયે જ તેમને એકસાથે પાંચથી સાત દિવસની દવા આપવામાં આવે છે જે લેવાની જવાબદારી દર્દીની રહે છે જો કોઇ દર્દી દવા ન લે તો તેની દરકાર લેવામાં આવતી નથી સમરસ હોસ્ટેલ માં દિવસમાં બે વખત દર્દીઓના ટેમ્પરેચર ચકાસણી થાય છે તે સિવાય કોઈ નિષ્ણાત તબિયત દ્વારા તપાસ કરવામાં આવતી નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.