Western Times News

Gujarati News

સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર અખાત્રીજે કુમકુમ મંદિર ખાતે ચંદનના વાઘાના શણગાર કરવામાં આવ્યા

 સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘાના શણગારનો પ્રાંરભ – લોકડાઉનના કારણે ભકતોએ કુમકુમ મંદિરની યુટયુબના માધ્યમથી દર્શન કર્યા. – લોકડાઉન છે પરંતુ ભગવાનની સેવા તો યથાવત્‌ ચાલુ જ રહેશે.

તા. ર૬ એપ્રિલ ને રવિવાર અખાત્રીજ થી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા .આ પ્રસંગે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં આરતી કરવામાં આવી હતી.

લોકડાઉનના કારણે સત્સંગીઓને દર્શન માટે મનાઈ હતી પરંતુ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલના માધ્યમથી દર્શન ભકતોને દર્શન કરાવવામાં આવ્યા હતા.

અખાત્રીજ થી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને અખાત્રીજના દિવસે પાંચ કિલો ચંદનમાંથી વાઘા ધરાવવામાં આવ્યા હતા.

 

આ વાઘા ધરાવવાથી ભગવાનને એરકન્ડીશન કરતાં પણ વધુ ઠંડક પ્રાપ્ત થતી હોય છે. અને વાઘા ધરાવ્યા બાદ આ ચંદનનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ થાય, તથા ભગવાનનો સ્પર્શ થયેલ ચંદન દરેકને પ્રાપ્ત થાય એટલા માટે આ ચંદનના વાઘામાંથી ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ભકતોને આપવામાં આવે છે.તે ગોટીમાંથી ભકતો નિત્ય ચંદન ઘસીને પોતાના કપાળે લગાવે છે અને તિલક કરે છે. અને તિલક ચાંદલો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતિક છે.તિલક ચાંદલો જોઈને જ ખબર પડી જાય કે,આ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છે. તિલક એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રતિક છે અને ચાંદલો એ અનાદિમુકતનું પ્રતિક છે. આમ,ચંદનના વાઘા જે ભગવાનને ધરાવામાં આવે છે તે તેનો નિત્ય સદ્‌ઉપયોગ કરવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ર૩ માં વચનામૃતમાં કહયું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ. અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે.પરંતુ વૈશાખ માસની અસહ્‌ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવે છે. આ ચંદનના વાઘા એરકન્ડીશન કરતાં પણ વધુ ભગવાનને ઠંડક એટલે કે, શીતળતા આપે છે. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.