સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સફાઈ કામદારને 1000 રાશન કીટ આપવામાં આવી
સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા ગરીબો માટે ઘઉં અને ચોખાનો જથ્થો વિતરીત કરાયો
વર્તમાન સમયમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ પર પોતાની પક્કડ જમાવી છે અને તેને નાથવા સમગ્ર દેશમાં લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના આવા કપરા સમયે સરકાર સાથે- સાથે સમાજની સેવાભાવી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ પણ આગળ આવ્યા છે અને સમાજના છેવાડે રહેલા લોકોને વધુને વધુ કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે માટે જીવનજરૂરી વસ્તુઓનો પુરવઠો પૂરો પાડીને તેમનું ઘર અને રસોડું ચાલે તે માટે સેવારત છે.
આવા પરિવારોને મદદ કરવાની ભાવના સાથે ધાર્મિક સંસ્થાઓ પણ સરકાર સાથે ખભે ખભા મિલાવીને આ સેવાકીય પ્રવૃત્તિમાં સહકાર આપી રહી છે. સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સફાઈ કામદારને 1000 રાશન કીટ આપવામાં આવી આવી હતી. આ રાશન કીટમાં ઘઉં, ચોખા, તેલ, દાળ, મરચું, મીઠું અને હળદરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જિલ્લામાં સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા ગરીબો માટે ત્રણ ટન ઘઉં અને ત્રણ ટન ચોખાનો જથ્થો વિતરીત કરાયો છે.