મનપા અન્ય આવશ્યક કામગીરી તરફ પણ ધ્યાન આપે તે જરૂરી
અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી કોરોના નો આતંક ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર ના હુકમ બાદ 25 માર્ચથી શહેરમાં પણ લોકડાઉન છે. અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં 2300 થઈ છે. તેથી લોકડાઉન ખોલવામાં આવશે કે કેમ? તે બાબત નિશ્ચિત નથી. શહેરમાં કોરોના અને લોકડાઉન વચ્ચે નજીકના ભવિષ્યમાં અન્ય પરિબળો થી થનાર સંભવિત નુકશાન ને રોકવા માટેની કામગીરી તરફ ધ્યાન આપી શકાતું નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના ની સાથે સાથે પ્રી મોન્સૂન એક્શન પ્લાન અને સંભવિત અન્ય બીમારી તરફ પણ વિચાર કરવો જરૂરી છે.
અમદાવાદમાં કોરોનાના સંક્રમણ ને નિયંત્રિત કરવા માટે મહાનગરપાલિકા છેલ્લા બે મહિનાથી કામ કરી રહ્યું છે ખાસ કરીને ફિલ્ડ સ્ટાફ 24 કલાક મહેનત કરે છે એપ્રિલ મહિનો પૂર્ણ થવા આવ્યો છે તેમજ ચોમાસા આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે
ત્યારે કોરોના બાદ શહેર ને વરસાદથી થનાર સંભવિત નુકશાનથી બચાવવા માટે પ્રિમોન્સૂન એકશન કામગીરી ઝડપથી શરૂ કરવી જરૂરી છે સામાન્ય રીતે આ કામગીરી એપ્રિલ મહિનામાં શરૂ થઈ જાય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે આ દિશામાં ધ્યાન આપવામાં આવ્યું નથી દેશમાં લોક ડાઉનલોડ પરિસ્થિતિ વચ્ચે સંક્રમણ પણ વધી રહ્યું છે
તેમજ ઓનલાઇન warriors પણ તેની ઝપટમાં આવી રહ્યા છે આ સંજોગોમાં કેચપીટો અને મેન હોલ ની સફાઇ કરવી અત્યંત મુશ્કેલ છે.બીજી તરફ અન્ય રાજયોમાંથી આવતો શ્રમિક વર્ગ પણ મળવો મુશ્કેલ છે જેના કારણે pre-monsoon કામગીરી ક્યારે શરૂ થશે તે કેવું મુશ્કેલ છે પરંતુ જો આ કામ વહેલી તકે શરૂ ન થાય તો ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે કો
મહામારી નિયંત્રિત કરવા માટે થઈ રહેલી કામગીરી વચ્ચે અન્ય બીમારીઓ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી સૂત્રોએ જણાવ્યા મુજબ એપ્રિલ અને મે મહિનામાં ઝાડા ઉલટીના કેસ ની સંખ્યા માં વધારો થાય છે જ્યારે ચોમાસાની શરૂઆત સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વધે છે
આ સંજોગોમાં અન્ય રોગ ના દર્દીઓને પણ તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા થાય તે જરૂરી છે ખાસ કરીને ખાનગી તબીબો પણ lockdown કરીને બેસી ગયા છે જ્યારે સરકારી તંત્ર માત્ર કોરોના તરફ ધ્યાન આપી રહ્યું છે તેથી નાની-નાની બીમારી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેને પણ નિયંત્રિત કરવી જરૂરી છે
lockdown દરમિયાન સરકાર નાના મોટા દુકાનદારોને છૂટ આપી રહી છે ત્યારે મેડિકલ ઈમરજન્સી દરમિયાન ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકને ચાલુ કરવા માટે પણ ફરજ પાડવામાં આવે તે જરૂરી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.