Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં કોરોના સંદર્ભે ૧૦૫૧ લોકોના લેવાયેલા સેમ્પલ પૈકી ૨૨ પોઝીટીવ અને ૧૦૨૯ નેગેટીવ

અમદાવાદ ગ્રામ્યમાં એક પણ મૃત્યુ નહી

કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે.
જિલ્લામાં કોરોના સંદર્ભે આજે ૧૩૨ લોકોના લેવાયેલા સેમ્પલ પૈકી૦૨ પોઝીટીવ અને ૧૩૦ નેગેટીવ આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં લેવાયેલા કુલ ૧૦૫૧ સેમ્પલ પૈકી ૧૦૨૯ નેગેટીવ અને ૨૨ કેસ પોઝીટીવ જણાયા છે. તે પૈકી ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે અને ૮ દર્દીઓ રીકવર થયા છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે…” અમદાવાદ જિલ્લામાં મેગા સર્વે હાથ ધરાયો છે, જો કે જિલ્લા માટે રાહતના સમાચાર એ છે કે, અમદાવાદ ગ્રામ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે તેની પાછળ તંત્ર દ્વારા સતત લેવાતા રક્ષાત્મક પગલાને પરિણામે આવી સુખદ પરિસ્થિતિ નિર્માણ પામી છે.
જિલ્લામાં પ્રવેશતા વિવિધ માર્ગો પર રીંગ રોડ ઉપર ૦૮ ચેકપોસ્ટ બનાવેલ છે આ તમામ ચેકપોસ્ટ પર તબીબી તપાસ તથા રક્ષાત્મક પગલા લેવામાં આવે છે. અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા માર્ગો પરની આ ૦૮ ચેક પોસ્ટ પર અત્યાર સુધી ૭૯,૩૮૮લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધરાવાત્ત કે શંકાસ્પદ જણાતા ૨૪ જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં સ્ક્રીનીંગ કરાયેલી ૨૨૦૪ પૈકી એક પણ વ્યક્તિમાં આવા કોઈ પણ સામાન્ય તાવ-શરદીના લક્ષણ જણાયા નથી.

ગામડાઓમાં “ગ્રામ યોધ્ધા કમિટી“ બનાવાઈ છે, આ કમિટી ગામમા અવર-જવર કરતા લોકોનું રજીસ્ટર નિભાવે છે. ૪૬૦ ગામોમાં આવા ૨૦,૮૯૪ લોકોની અવર-જવરની નોંધણી કરાઈ છે…” એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ ૧,૪૪૪વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા. તે પૈકી ૬૯૭ વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ૭૪૭ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે.

જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધુ ૧૩,સાણંદ તાલુકામાં ૩, તથા બાવળા, વિરમગામ, ધંધુકા અને માંડલ તાલુકામાં એક-એક મળી કુલ ૨૦ લોકો પોઝીટીવ લક્ષણો ધરાવે છે. જો કે જિલ્લામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.