રાજ્ય સરકાર સાથે સંકલનથી 253 વિદેશી નાગરિકોને અમદાવાદ / મુંબઈ વિમાની મથકે પહોંચાડવામાં આવ્યા
વડોદરા (શુક્રવાર) જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તેમની કચેરી દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકાર સાથે કરવામાં આવેલા સંકલનને પગલે 7 જેટલા દેશોના 253 જેટલા નાગરિકો તેમના દેશમાં પરત જઇ શકે તે માટે રાજદુતાવાસો સાથે ઉચિત સંકલન થી અમદાવાદ/ મુંબઈ ના વિમાની મથકે પહોંચાડવામાં આવ્યા હતા.આ કામગીરી તા.31મી માર્ચ થી 30મી એપ્રીલ સુધી કરવામાં આવી છે.
લોક ડાઉન ને પગલે વિમાની સેવાઓ બંધ થઈ જતાં વડોદરા શહેર જિલ્લામાં વિદેશી નાગરિકો અટવાઈ ગયા હતા . સંબંધિત દેશોના રાજ દૂતાવાસો દ્વારા આ નાગરિકો માટે હવાઈ પરિવહન ની વ્યવસ્થા કરીને સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીઓ સાથે તેમના રોકાણના સ્થળ થી નિકટના એરપોર્ટ સુધી તેમના પરિવહનની વ્યવસ્થાનું સંકલન અને વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેના ભાગરૂપે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ ની કચેરી દ્વારા જર્મની ના 10,કેનેડાના 69,યુ.કે.ના 159,ઓસ્ટ્રિયા ના 05,સ્વીડનના 4,સ્પેનના 5 અને સ્વિત્ઝર્લેન્ડ નો 1 મળી કુલ 253 વિદેશી નાગરિકોના એર પોર્ટ ટ્રાન્સફર ની વ્યવસ્થા પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને કરવામાં આવી હતી.તેના પગલે અટવાઈ ગયેલા આ નાગરિકોને ખૂબ રાહત થઇ હતી અને તેઓ પોતાના દેશ પહોંચી શક્યા હતા.