અમદાવાદ મનપાના ડે. મ્યુનિસિપલ કમિશનર કોરોના પોઝિટિવ
અમદાવાદ શહેરમાં કોરોના નો આતંક સતત વધી રહ્યો છે. કોરોના ના પ્રાથમિક તબક્કામાં ફિલ્ડ સ્ટાફ તેની ઝપટમાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશન ના આસી. કમિશનર , પોલીસ કર્મચારીઓ ,એલ.જી. હોસ્પિટલ ના તબીબો સહિત અનેક ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ જાહેર થયા છે.
મ્યુનિસિપલ કમિશનર પણ કોરોના પોઝીટીવ ના સંપર્ક માં આવતા ક્વોરેન્ટાઇ થયા છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન માં ફરજ બજાવતા ડે. મ્યુનિ. કમિશનર કક્ષાના અધિકારી અને તેમનો ડ્રાઈવર પણ પોઝિટિવ જાહેર થયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. નાગરિકો ની સેવા કરતા ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ તેની ઝપટમાં આવી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન ના સૂત્રોએ જણાવ્યું મુજબ ગાંધીનગર થી ડેપ્યુટશન પર અમદાવાદ આવેલા અને દક્ષિણ ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશનર નો હવાલો સાંભળતા એક આઈ. એ.એસ. અધિકારી પણ મંગળવારે કોરોના પોઝીટીવ જાહેર થયા છે.
તેમને સામાન્ય શરદી ની તકલીફ હતી. તેથી રીપોર્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ હોવાની વિગતો જાહેર થઈ છે. તેમની ગાડીના ડ્રાઈવરનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ડે. મ્યુનિસિપલ કમિશનર ને ડ્રાઈવરનો ચેપ લાગ્યો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. જ્યારે ડે કમિશનરના સંપર્કમાં આવ્યા હોવાથી મ્યુનિસિપલ કમિશનર ક્વોરેન્ટાઇ થયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.