Western Times News

Gujarati News

દે.બારીયા સબ જેલમાંથી દિવાલ કુદીને નાસી છૂટેલ ૧૩ કેદી પૈકી –ખુંખાર કેદીઓને દાહોદ પોલીસે ઝડપ્યા

દેવગઢ બારીયા :- તા.૧લી મે ના રોજ “દેવગઢ બારીયા સબ જેલમાંથી રાત્રીના સમયે એક બેરેકના બે – રૂમના તાળા તોડી લૂટ , ઘાડ , ઘરફોડ ચોરી , મર્ડર , બળાત્કાર જેવા ગંભીર ગુનાના – ૧૩ ખુંખાર કાચા કામના કેદીઓ દિવાલ કૂદી નાસી છૂટેલ ” ૧૩ પૈકી ૯ કેદીઓને દાહોદ જિલ્લાની જુદી જુદી પોલીસની ટીમો દ્વારા રાત દિવસ શોધખોળ તેમજ સર્ચ ઓપરેશન હાથ ધરી આ ૯ ફરાર કેદીઓને ઝડપી પાડી ફરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

સબ જેલ દેવગઢબારીયા ખાતે વિઝીટ કરી નાસી છૂટનાર ખુંખાર જેલ ફરારી કેદીઓને પકડી પાડવા માટે એકશન પ્લાન બનાવેલ , આ ખુંખાર નાસી છુટેલ જેલ ફરારી કેદીઓને ઝડપી પાડવા સારૂ પોલીસ અધિક્ષક હિતેષ જોયસર નાઓની આગેવાની તેમજ માર્ગદર્શન હેઠળ લીમખેડા ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તેમજ દાહોદ ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તેમજ એલ.સી.બી. પોલીસ તેમજ એસ.ઓ.જી.પોલીસ ,પેરોલ ફર્લો સ્કોર્ડ પોલી સ, દેવ.બારીયા પોલીસ, રણધિકપુર પોલીસ, ધાનપુર પોલીસ,

જેસાવાડા પોલીસ, ગરબાડા પોલીસ નાઓની જુદીજુદી ટીમો બનાવી આ ખુંખાર નાસી છૂટેલ જેલ ફરારી કેદીઓના આશ્રય સ્થાનો ઉપર અસરકારક કોમ્બીંગ હાથ ધરેલ અને આ ટીમો સતત રાત દિવસ જંગલ ડુંગરાળ વિસ્તારમાં કેદીઓને ઝડપી પાડવા સારૂ સતત કાર્યરત હતી જેનું રોજેરોજ સતત મોનીટરીંગ પોલીસ અધિક્ષક દાહોદનાઓ કરી રહેલ હતા.આ ૧૩ પૈકી( ૧ )હિંમતભાઇ રૂપસીંગ બારીયા રહે. ચેનપુર તા. દે.બારીયા જી.દાહોદ( મર્ડર )

(૨)કનુભાઈ ઉર્ફે કિશનભાઇ વાઘાભાઇ બારીયા રહે.સીંગવડ તા.સીંગવડ,જી.દાહોદ(મર્ડર).(૩)અરવિંદભાઇ ઉર્ફે ચચો ભયલાભાઇ તંબોળીયા રહે.ભોરવા તા.ધાનપુર જી.દાહોદ ( મર્ડર) (૪) લસુભાઇ મહેતાલભાઈ મોહનીયા રહે.ઉડાર તા.ધાનપુર જી.દાહોદ ( ધાડ સાથે ડબલ મર્ડર ) (૫) મુકેશભાઈ જાલુભાઇ બામણીયા રહે મહતવા તા.ગરબાડા જી.દાહોદ (લૂટ) ( ૬ ) રમેશભાઇ પદયાભાઇ પલાસ રહે ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ (લૂટ)

(૭) અરવિંદભાઇ સમરસિંહ કોળી રહે.ભથવાડા તા.દેવ.બારીયા,જી.દાહોદ (બળાત્કાર) (૮) ગણપતભાઈ મોહનભાઇ હરીજન રહે .ન લુ તા.ધાનપુર જી.દાહોદ ( મર્ડર ) ( ૯) કમલેશભાઇ થાવરીયાભાઈ પલાસ રહે.માતવા તા.ગરબાડા જી.દાહોદ (ધાડ) આમ , પોલીસ અધિક્ષકશ્રી હિતેષ જોયસરનાઓની આગેવાની તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસની જુદીજુદી ટીમોએ ટુંકા સમયગાળામા – ૧૩ જેલ ફરારી કેદીઓ પૈકી – ૯(નવ) ખુંખાર જેલ ફરારી કેદીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.