Western Times News

Gujarati News

અરવલ્લીના ૭૧,૧૮૫ એ.પી.એલ-૧ કાર્ડધારકોને અનાજ વિતરણ કરાશે

તા. ૭ થી ૧૧ મે દરમિયાન વિતરણ વ્યવસ્થા હાથ ધરાશે.

(બકોરદાસ પટેલ) સાકરિયા. તા.૬ સમગ્ર રાષ્ટ્રમાં લોકડાઉનના સમયમર્યાદામાં વધારો કરાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે મધ્યમ વર્ગ એવા એપીએલ કાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે પુરવાઠો મળી રહે તેવો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે અરવલ્લી જિલ્લાના NON NFSACARD એ.પી.એલ-૧ ૭૧,૧૮૫ રેશનકાર્ડ ધારકોને સરકાર માન્ય જિલ્લાની ૩૯૬ વ્યાજબી ભાવની દુકાનો પરથી મે માસના જથ્થાનું વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે. જેમાં મોડાસાના ૨૩,૧૬૩, મેઘરજના ૭૨૧૨ માલપુરના ૬૪૩૯ ભિલોડાના ૧૪,૩૪૧, બાયડના ૧૨,૬૧૧ અને ધનસુરાના ૭૪૧૯ કાર્ડધારકોના ૨.૯૦ લાખથી લોકોને વિનામૂલ્યે અનાજનો લાભ મળશે

તા. ૭ મે ૨૦૨૦થી હાથ ધરાનાર અનાજ વિતરણની કામગીરી રેશનકાર્ડ ધારકોએ અનાજનો જથ્થો મેળવવા માટે પરિવારોને ઓળખના પુરાવા તરીકે નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ-૧ કાર્ડ સાથે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે. આવા કાર્ડ ધારકો ને કુટુંબ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ નું વિતરણ કરવામાં આવશે. પાંચ દિવસ ચાલનાર આ અનાજ વિતરણ વ્યવસ્થા તા .૧૧ મે રોજ પૂર્ણ કરવામાં આવશે. જો નિયત તારીખમાં જથ્થો ન મેળવી શકે તો ૧૨ મે સુધી દુકાનેથી અનાજ મેળવી શકશે. જોકે આ વિતરણ સમયે લોકોએ ખાસ સામાજિક અંતરનુ પાલન કરવુ ફરજીયાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.