Western Times News

Gujarati News

અરવલ્લીના ૧૩ ગામ અને શહેરના બે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુકત કરાયા

૧૪ દિવસ પૂર્ણ થતાં વિસ્તારોમાંથી કન્ટેનમેન્ટ ઝોનમાં લાગેલ પ્રતિબંધ હળવો કરાયો

હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19 ના કુલ-૪૦૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા અરવલ્લી જિલ્લાના ગામોને અને મોડાસા શહેરી વિસ્તારને COVID-19 નો Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવેલ હતા .

આમુખના પત્રની વિગતો લેતાં અરવલ્લી જિલ્લામાં COVID-19 કોરોનાનો પોઝીટીવ કેસો મળી આવતા આવા વિસતારોમાં ૧૪ દિવસ સુધી કન્ટેનમેન્ટ પ્લાનમાં રાખીને સઘન સર્વેલન્સ કરવામાં આવેલ છે તેવા વિસ્તારોમાં ILI/SARI ના કોઇ કેસો જોવા મળેલ નથી, જેથી ૧૪ દિવસ પુર્ણ થતા તેવા વિસ્તારો માંથી ગામોમાં કન્ટેનમેન્ટ ઝોન પુર્ણ કરવા અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલી સત્તાની રૂએ ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા ૩૪ અન્વયે જાહેર કરેલ Containment Area Zone નો સમયગાળો પુર્ણ થતાં Containment Area Zone માંથી મુકત કરવામાં આવે છે.

COVID-19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર ) માં ભિલોડા તાલુકાના કુશાલપુરા, કુશ્કી ગામ, મેઘરજ તાલુકાના લીંબોદરા,ઓઢા, ગાય વાછરડા, મોડાસા તાલુકાના નાંદીસણ,રાજલી અને સરડોઇ, જયારે મોડાસાના શહેરી વિસ્તારના શેલ્ટર હાઉસ સર્વોદય નગર અને કેશવધામ સોસાયટી વિસ્તાર, ધનસુરા તાલુકાના ધનસુરા ગામ, છેવાડીયા અને શિણોલ ગામ, બાયડ તાલુકાના સાઠંબા અને આંબલીયારા ગામોના વિસ્તારને Containment Area Zone માં અગાઉ હતા આ વિસ્તારનો ૧૪ દિવસનો સમયગાળો પૂર્ણ થતા Containment Area Zone મુકત કરવામાં આવેલ છે જેનાથી લોકોની અવર જવર હળવી કરવામાં આવી છે.( દિલીપ પુરોહિત. બાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.