એલિસબ્રીજ નજીકની હોસ્ટેલમાં તસ્કરો ત્રાટક્યાઃ દસ મોબાઈલની ચોરી
થોડાં દિવસ અગાઉ બાજુમાં આવેલી મેડીકલ હોસ્ટેલમાં પણ આવો જ બનાવ બન્યો હતો |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થખિતિ સાવ ખાડે ગઈ છે એકલ દોકલ ઘરમાં ઘરફોડ ચોરી આચરતાં ગુનેગારો વિરુદ્ધ પોલીસની નિષ્ક્રીયતા અને કડક કાર્યવાહીનાં અભાવને પગલે તસ્કરોની હિમત ખૂલી છે જેને પગલે હવે મોટો તસ્કરો એકથી વધુ ઘર કે દુકાનોને નિશાન બનાવી રહ્યા છે કેટલાક સમયમાં પ્રકાશમા આવેલા કિસ્સામાં પરથી પ્રતિત થાય છે કે ભીખ માગવા અથવા અન્ય રીતે કેટલાક ઈસમો ફલેટો કે સોસાયટીમાં ઘૂસીને રહીશોની નજર ચૂકવીને મોબાઈલ પર્સ જેવી હાથ વગો ચીજ વસ્તુઓની તડફેચી કરી જતા હોય છે.
ખાસ કરીને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે આવા કિસ્સા ખૂબજ બની રહ્યા છે બહાર ગામથી નોકરી કે અભ્યાસ માટે શહેરમા આવતાં યુવાનો એક ફલેટમા રહેતા હોય જેમની પાસે લેપટોપ કે આઈપેડ જેવી વસ્તુઓ હોય છે જેમને ટાર્ગેટ કરવા આસાન રહેતા હોય છે પીજીમાં રહેતા યુવાનોની જરાક ગફલતનો ફાયદો ઉપાડી આવા ચોરો લાભ મેળવી જાય છે.
આવો જ વધુ અકે કિસ્સો એલીસબ્રીજ પોલીસના ચોપડે નોધાયો છે શહેરની પ્રતિષ્ઠીત વી એસ હોસ્પીટલની સામે આવેલી એક બોર્ડીગ હાઉસમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તપાસ કરરતા અખે બાર એક એમ કુલ ૧૦ થી વધુ મોધા મોબાઈલ ફોનોનીચોરી થયેલી જાણતા સમગ્ર બોર્ડીગ હાઉસમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે વિગત એવી છે કે ભરત પ્રભુભાઈ ખડસલીયા મૂળ ધંધુકાનો છે એકવીસ વર્ષીય ભરત વીએસ હોસ્પીટલની પાછળ આવેલી શ્રી સુરજમલજી કડવા પાટીદાર બોર્ડીગ હાઉસમા રહીને ખાનપુરની ભવન્સ કોલેજમા અભ્યાસ કરે છે બે દિવવસ અગાઉ રવિવારે રાત્રે મોડે સુધી જાગીને બાદમાં ભરત તથા તેના મિત્રો સુધઈ ગયા હતા.
ભરતે પોતાનો મોબાઈલ ફોન ઓશીકા નીચે મુકવો હતો બીજા દિવસે સવારે જાગીને જાતા ભરતને તેનો મોબાઈલ મળી આવ્યો ન હતો ભરતે પોતાનો મોબાઈલ ફોન શોધા શોધ કરતા તેને તેના અન્ય નવ મિત્રોના ફોન પણ ગાયબ હોવાની જાણ થઈ હતી જેથી પ્રાથમિક તબક્કે કોઈ મિત્રએ મજાક કરી રહ્યો હશે એમ બધાએ અનુમાન લગાવ્યુ હતુ.
જા કે ઘણા સમય થયા છતા દસથી વધુ મોબાઈલ ફોન મળી ન આવતા બધાને મોબાઈલની ચોરી થઈ હોવાની જાણથી હતી એક જ જગ્યા દસથી વધુ વધારે મોબાઈલ ફોનની ચોરી થતા વિદ્યાર્થીઓ સહીત બોર્ડીગ હાઉસનો સ્ટાફ પણ ચોકી ઉઠ્યો હતો પ્રાથમિક તબક્કે જાતો શોધખોળ કર્યો બાદ તમામ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.
જ્યા દસથી વધુ મોબાઈલ ફોની ચોરીની ફરીયાદ નોધાવતા પોલીસ પણ ચોકી ઉઠી છે અને બોર્ડીગહાઉસના સઘન તપાસ હાથ ધરી છે પોલીસે બોર્ડીગ હાઉસના સીસીટીવી ફુટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે જેથી આરોપીઓ ઓળક થઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા સમય પહેલા જ વી અસે હોસ્પીટલમાં સામે આવેલી મેડીકલ વિદ્યાર્થીઓ બોય્સ હોસ્ટેલમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે પણ મેડીકલના વિદ્યાર્થીઓ મોબાઈલ લેપટોપ પર્સ વગેરે જેવી કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી ત્યારબાદ હવે અન્ય બોર્ડીગ હાઉસમા તસ્કરો ત્રાટક્યા વિદ્યાર્થીઓ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. બીજી તરફ એલીસબ્રીજ પોલીસ બોર્ડીગ હાઉસમાં સિક્યૂરીટી ગાર્ડ છે કે કેમ અને બનાવ સમયે સિક્યૂરીટી ગાર્ડ કરતા હતા વગેરે તપપાસ આગળ ચલાવશે.