વેપારી અને ફેરીયાઓએ નાગરિકોને લૂંટી લીધા
દુકાનો અને લારી-ગલ્લા ઉપર પ્રતિબંધ મૂકાતા વેપારીઓ અને ફેરિયાઓએ નાગરિકો પાસેથી મોં માગ્યા દામ વસૂલ કર્યા ઃ કડક કાર્યવાહી કરવાની માંગ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં આજ સવારથી જ દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ કરી દેવાનો આદેશ ગઈકાલ સાંજે જાહેર થતાં જ શહેરભરમાં લોકો મોટી સંખ્યામાં કરિયાણાની દુકાનો ઉપર તથા શાકભાજીની લારીઓ ઉપર ઉમટી પડ્યા હતા. આ પરિસ્થીતિનો વેપારીઓએ ગેરલાભ ઉઠાવી ખુલ્લેઆમ લૂંટ ચલાવતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નાગરિકોની મજબૂરીમાં વુપારીઓએ ખાદ્ય પદાર્જનોના મોંમાંગ્યા દામ વસુલ કરતા નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે ગઈ કાલ મોડી સાંજે ઈન્ચાર્જ મ્યુનિ. કમિશ્નરની આગેવાનીમાં બેઠક મળી હતી આ બેઠકમાં પોલીસ કમિશ્નર પણ હાજર રહ્યાં હતા. બેઠકમાં વર્તમાન કોરોનાની Âસ્થતિને લઈ ઉગ્ર ચર્ચા થઈ હતી. મ્યુનિ. કમિશ્નરે અધીકારીઓને ફટકાર પણ લગાવી હતી. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં આવતીકાલ એટલે કે આજથી દવા અને દૂધની દુકાનો સિવાયતમામ દુકાનો અને લારીઓ બંધ કરાવી દેવાનો આદેશ આપી દીધો હતો. બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા જ નાગરિકો ચિંતામાં મૂકાયા હતા.
લોકડાઉનમાં કરિયાણાની દુકાનો તથા શાકભાજીની લારીને છુટ આપવામા આવી હતી જેના પરિણામે નાગરિકો દરરોજ આ વસ્તુની ખરીદી કરતા હતા, પરંતુ આ નિર્ણયની જાહેરાત થતાં ચિંતિત બનેલા નાગરિકો જીવનજરૂરી ચીજવિસ્તુઓ ખરીદવા ઘરની બહાર નીકળી ગયા હતા.
નાગરિકોની મજબૂરીનો લાભ વેપારીઓએ ઉઠાવ્યો હતો. સરકારના નિર્ણયની જાહેરાત થતાં જ તમામ ચીજવસ્તુઓના ભાવોમાં વેપારીઓએ વધારો કરી દીધો હતો અને શાકભાજી પણ ફેરિયાઓએ મોંઘા કરી દીધા હતા. લોકડાઉનની Âસ્થતિમાં સામાન્ય નાગરિકોની આર્થિક Âસ્થતિ ડામાડોળ બની ગઈ ે
ત્યારે ગઈકાલે વેપારીઓએ ખુલ્લેઆમ લુંટ ચલાવી હતી અને પોલીસ તથા સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જાતું હતું. શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી આ દ્રશ્યો જાવા મળ્યા હતા. લોકોએ ર૦ ર૦ રૂપિયાની કિંમતનું શાક ૧૦૦ રૂપિયા ઉપરાંત ચુકવીને ખરીદ્યું હતું. કેટલાક કરિયાણાના વેપારીઓએ પણ નાગરિકો પાસેથી મોં માંગી કિંમત વસુલ કરી હતી. ભાવિ પરિÂસ્થતિનો વિચાર કર્યા વગર જ તાત્કાલીક અસરથી આ નિર્ણયની જાહેરાત કરી દેવાતા નાગરિકો કફોડી Âસ્થતિમાં મૂકાઈ ગયા છે.અનેક નાગરિકો આટલી બધી રકમ ચુકવી શકવા માટે અસમર્થ જણાતા તેઓ હતાશ થઈ ઘરે પરત ફર્યા હતા.