Western Times News

Gujarati News

બહેરામપુરા ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્યનું કોરોનાથી મૃત્યુ

પ્રતિકાત્મક

તમામ સુપર સ્પ્રેડરોના મેડીકલ ચેકઅપ કરાશે
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની Âસ્થતિ વકરી રહી છે. અનેક પગલા ભરવા છતાં કેસો સતત વધી રહ્યાં છેે. ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોનાના કેસોનું મુખ્ય હબ બની ગયું છે. અને દેશમાં આજે અમદાવાદ શહેર બીજા નંબરના સ્થાને પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારે અમદાવાદમાં Âસ્થતિને કાબુમાં લેવા માટે તાજેતરમાં જ એક ટીમ મોકલી હતી અને આ ટીમના અહેવાલના આધારે આગામી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં બહેરામપુરા વોર્ડના ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય જીગ્નેશભાઈ સહેગલનું કોરોના વાયરસના કારણે મૃત્યું નીપજ્યું છે.

શહેરમાં નવા ર૯૧ કેસ નોધાયા છે. ત્યારે અત્યાર સુધી કુલ ૪૬૧૬ પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે આજે રપ દર્દીના મોત નીપજ્યા છે. અને અત્યાર સુધીમાં કુલ ૩૦૦ દર્દીના મોત નીપજ્યા છે. આ ઉપરાંત ૭૪ દર્દીઓને સારવાર આપ્યા બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા માટે નવી રણનીતિ ઘડવામા આવી છે. વિજય નહેરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. આ આદેશનો ભંગ કરનારને કલમ ૧૮૮ અને ર૭૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ૧૮૯૭ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતાં જ શહેરીજનો કરિયાણુ અને અન્ય ચીજવસ્તુઓ લેવા દોડ્યા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનએ તમામ સુપર સ્પ્રેડરના મેડિકલ ચેકઅપ કરવાનો નિર્ણય લીધો છે જેના ભાગ રૂપે દુકાનો તથા ધંધાકીય એકમો જેવા કે દવા, દૂધ, કરિયાણા, સુપર માર્કેટ , ફળ તથા શાકભાજી વગેરેના વેપારીઓને કોર્પોરેશને જણાવ્યું છે કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમજ સાચેતીના પગલાનાં ભાગરૂપે દુકાનના માલિક તથા કર્મચારીઓના મેડીકલ સ્ક્રીનીંગ સવારે ૧૦ વાગ્યાથી કોર્પોરેશનની સંબંધિત વોર્ડ ઓફિસમાં ફરજીયાત પણે કરાવવાના રહેશે. તમામ દુકાનદાર, વેપારીઓએ વોર્ડ ઓફિસમાં જઈ મેડિકલ ચેકઅપ કરાવવાનું રહેશે.

તેમજ તમામ ઝોનમા આવેલા સુપર સ્પ્રેડરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. દરરોજ દરેક ઝોનમાં પ૦૦ સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે સ્લમ વિસ્તારમાં કોવિડ કેર કીટ જેમાં ૪ સાબુ, ૪ વોશેબલ માસ્ક આયુર્વેદિક-હોમિયપેથીક દવાઓ એનજીઓની મદદથી વહેંચાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.