અમદાવાદના જમાલપુરમાં 97 મૃત્યુ: મૃત્યુદર 12.48 ટકા
અમદાવાદ ના 65 ટકા કેસ અને 75 ટકા મરણ રેડઝોન માં નોંધાયા..
અમદાવાદ (દેવેન્દ્ર શાહ), શહેરમા છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના વિસ્ફોટ થયો હોય તેમ લાગી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યા છે એનો મતલબ આ વિસ્તાર રેડ ઝોનમાં આવી જાય છે અમદાવાદ શહેરના સૌથી હાઈરીસ્ક વિસ્તાર ગણાતા જમાલપુરમાં કેસ અને મૃત્યુ સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ ગયો છે જમાલપુરમાં જ મૃત્યુઆંક સો ની નજીક પહોંચી ગયો છે જમાલપુરમાં મૃત્યુદર ૧૨ ટકા કરતાં પણ જ્યારે શહેરના ૭૫ ટકા મૃત્યુ રેડઝોન વિસ્તારોમાં નોંધાયા છે. જેના કારણે તંત્ર ચિંતામા વધારો થયો છે
દેશના અને શહેરના high risk જમાલપુર વિસ્તારમાં કોરો નાના દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ૭મી મે સવારના રિપોર્ટ મુજબ જમાલપુર વિસ્તારમાં કરુણાના 777 કેસ અને 97 મૃત્યુ થયા છે જમાલપુર વિસ્તારમાં મૃત્યુદર 12.48 ટકા જેટલો થયો છે જે દેશ તેમજ વિશ્વના અનેક દેશો કરતાં પણ વધારે છે. શહેરના મધ્ય ઝોનમાં જ કોરોનાના 1839 કેસ અને ૧૫૪ નોંધાયા છે મધ્ય ઝોનમાં મૃત્યુદર 8.39 ટકા જેટલો થાય છે. શેરમા નોંધાયેલા ફુલ કેસના ૪૦ ટકા કેસ અને 53% મરણ માત્ર મધ્યઝોન માં કન્ફર્મ થયા છે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રેસઝોન વિસ્તારોમાં પણ કેસ અને મરણ ની સંખ્યા સતત વધી રહી છે. જેમાં શાહપુર વોર્ડ માં 195 કેસ અને 09 મરણ , ખાડિયા માં 444 કેસ અને 18 મરણ , દરિયાપુર માં 175 કેસ અને 19 મૃત્યુ, અસારવા માં 206 કેસ સામે 06 વ્યક્તિ ના મૃત્યુ થયા છે.જ્યારે સરસપુર માં 173 કેસ અને 10 મરણ, ગોમતીપુર માં 155 અને 12, દાણીલીમડા માં 301 અને 25, મણિનગર માં 176 કેસ સામે 11 તેમજ બહેરામપુરા માં 418 કેસ અને 13 વ્યક્તિ ના મૃત્યુ થયા છે.આમ,શહેર ના દસ રેડઝોન વિસ્તારમાં 3020 કેસ અને 220 મરણ નોંધાયા છે મતલબ કે માત્ર દસ વર્ડમાં જ કુલ કેસના ૬૫ ટકા કેસ અને 75% મરણ માત્ર દસ વર્ષમાં જ નોંધાયા છે જે બાબત ચિંતાજનક મનમાં આવી રહી છે