ઇસનપુરમાં કોરોનાના 48 કેસ નોંધાતા ખળભળાટ
વિશાલનગર સોસાયટીમાં 21 કેસ કન્ફર્મ થયા..
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી કોટડાના કેસની સંખ્યામાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ તેની સામે શહેરમાં નવા hotspot ખુલી રહ્યા છે જ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે દક્ષિણ ઝોનના બહેરામપુરા, દાણીલીમડા અને મણિનગર બાદ ઇસનપુર વિસ્તાર પણ hotspot બની રહ્યો છે ઈસનપુરમાં ગુરુવારે માત્ર 24 કલાકમાં નવા 48 કેસ જાહેર થતા ખળભળાટ ગયો છે જેના કારણે તંત્ર દ્વારા ઇસનપુર ગામ તરફના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તેમજ ઇસનપુર ને કન્ટેઈમેન્ટવિસ્તાર જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળે છે.
દક્ષિણ ઝોનના ઇસનપુર વિસ્તારમાં સાતમી તારીખે 48 પોઝિટિવ કેસ જાહેર થયા છે જે પૈકી 17 કેસ વિશાલ નગર સોસાયટીના છે આ તમામ કેસ માત્ર બે પરિવારમાં નોંધાયા છે. શરદી ની ફરિયાદ અને સ્થાનિક અર્બન સેન્ટર ઘ્વારા લેવામાં આવેલ રેન્ડમ સેમ્પલ બાદ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ બહાર આવ્યા છે.ઇસનપુર વિસ્તારમાં સતાધાર નગર, કૃષ્ણ કુંજ, ગણેશ પાર્ક, આશીર્વાદ સોસાયટી ,ખોડીયાર પાર્ક ,ભીમનાથ સોસાયટી, ગિરિવર બંગલો તેમજ વિરાટનગર તરફના વિસ્તારમાંથી પણ પોઝિટિવ કેસ જાહેર કરી રહ્યા છે
ઇસનપુર વિસ્તારમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૧૪૦ પહોંચી છે જે પૈકી ૯ વ્યક્તિનાં મૃત્યુ થયા છે સૂત્રોના જણાવ્યા મુજબ મોટાભાગના કેસ ઇસનપુર ગામ તરફના વિસ્તારમાં વધુ કેસ આવ્યા છે જેના કારણે તે તરફના બધા રોડ બંધ કરવામાં આવ્યા છે તંત્ર ઘ્વારા ઇસનપુર ગામ ના મુખ્ય રોડ, ખોડિયાર માતા ની વાવ તરફ નો રોડ તેમજ કાશીરામ ટેક્સટાઇલ તરફ ના રોડ બંધ કરવામાં આવ્યા છે. તેમજ single entry અને સિંગલ એક્ઝિટ ની નીતિ અપનાવવામાં આવી છે.ઇસનપુર વિસ્તાર ને પણ રેડઝોન જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવા મળે છે.ગુરુવારે દક્ષિણઝોન 103 કેસ નોંધાયા હતા.