હળવદમા માસ્ક પેહરવા પ્રેમભરી કડકાઈ અપનાવતા પોલીસ જવાનો

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના સંક્રમણને લઈ સર્જાયેલ લોકડાઉનની પરીસ્થીતીમા,ગ્નીન ઝોન જાહેર કરાયેલા મોરબી જીલ્લાના હળવદ શહેરમા સવારના સાતથી સાંજના સાત સુધી અવર-જવર માટે શરતી છુટછાટ આપવામા આવેલ છે.જે શરતોમા સામાજીક અંતર જાળવવુ અને માસ્ક પેહરવાની શરતો સામેલ છે.જયારે,અમુક નગરજનો માસ્ક કે રૂમાલ ન બાંધતા હોય,ફરજ પરના પોલીસના જવાનો દ્રારા તેમની રોકી સંક્રમણ ન ફેલાય અને આ આપણા સહુના સ્વાસ્થ માટે જરૂરી છે,એવુ સમજાવી પુરૂષો-મહીલાઓને મ્હોં પર ફરજીયાત રૂમાલ-દુપટ્ટા બંધાવી રહ્યા હતા.જયારે,કોઈ યુવાનો દ્રારા ખિસ્સામા રૂમાલ ન હોવાનુ જણાવતા, ઘેર જઈ રૂમાલ લઈ બાંધીને નિકળો જાવ એમ કહી પરત મોકલી,પ્રેમભરી કડકાઈ દાખવતા નજરે પડયા હતા.