અબુધાબીથી પ્રથમ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ કોચી ખાતે આવી
કેરળઃ અબુધાબીથી 177 વયસ્કો અને 4 નવજાત બાળકો સાથે પ્રથમ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ રાત્રે 9.40 વાગે કોચી ખાતે આવી પહોંચી હતી. આ સાથે જ ઐતિહાસિક વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોની બચાવ કામગીરી શરૂ થઇ ગઇ છે.
દુબઇમાંથી વધુ એક એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ રાત્રે 10.30 વાગે કોઝિકોડે ખાતે ઉતરાણ કર્યુ હતું. તમામ મુસાફરોને ગૃહ બાબતોના મંત્રાલયના નિર્દેશો અનુસાર ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે ક્વૉરેન્ટાઇન કરવામાં વિલંબના કારણે અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા કેરળવાસીઓને પરત લાવવા માટે મુસાફરી પાસ આપવાનું બંધ કર્યુ છે.
વિસ્થાપિત કામદારોએ આજે કન્નુર અને ઇર્નાકૂલમ જિલ્લામાં પોતાના વતનમાં પરત ફરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. બ્રિટન, અમેરિકા અને અખાતી દેશોમાં કોવિડ-19 કારણે વધુ 6 કેરળવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 8 જિલ્લાઓ કોવિડ મુક્ત બન્યા છે, અત્યારે રાજ્યમાં 30 સક્રિય કેસો છે.